વડોદરાઃ રાજસ્થાનના ઉદેપુર નજીક આજે વહેલી સવારે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતાં પાદરાના5 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 2 મહિલાઓ ઇજાગ્રસ્ત થઇ છે. જોકે એક બાળકનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. ઘટનાની જાણ થતાં જ પાદરાથી મૃતકોના પરિવારજનો ઉદેપુર જવા રવાના થઇ ગયા છે. ઉદેપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
2 ઇજાગ્રસ્તો મહિલાઓને ઉદેપુરની હોસ્પિટલમાં ખસેડાઇ
પાદરાના 3 પરિવાર દિવાળી વેકેશનમાં રાજસ્થાન ફરવા માટે ગયા હતા. આ દરમિયાન અમદવાદ-ઉદેપુર હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પરેશભાઇ ગાંધીના બહેન-બનેવી સહિત 5 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં મિનેશ ગાંધી અને દીક્ષિત ગાંધી સહિત 5 લોકો મોતને ભેટ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ઉદેપુરની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી 2 મહિલાઓને ઉદેપુરની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.