રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1430 નવા કેસ, 17ના મોત, 1316 સાજા થયાં

રાજ્યમાં કોરોના સંક્રમણની ગતી હજુ એટલી જ છે. અનલોક બાદ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે નોંધાયેલા પોઝિટિવ કેસનો આંકડો 1400થી વધારે છે જ્યારે સ્વસ્થ થનારા દર્દીઓનો આંકડો રાહત આપનારો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1430 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 17 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 3339 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1316 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

આજે નોંધાયેલા કુલ 1430 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 171 અને જિલ્લામાં 111 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 157 અને જિલ્લામાં 20 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 95 અને જિલ્લામાં 42 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 101 અને જિલ્લામાં 42 કેસ નોંધાયા છે. આ સિવાય જામનગરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જામનગર કોર્પોરેશન એરિયામાં 100 અને જિલ્લામાં 23 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 89 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 16,246 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 105,091 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3339 થયો છે. રાજ્યમાં આજે સૌથી વધુ 61,897 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 38,62,366 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં રિકવરિ રેટ 84.23% થયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.