રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ચિંતાજનક બનતી જાય છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના 1272 કેસ નોંધાયા છે અને વધું 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2978 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 15072 એક્ટિવ કેસ જેમાંથી 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 14986 લોકો સ્ટેબલ છે. આજ રોજ 1050 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલા છે.
અત્યાર સુધી 74,551 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 92,601 પર પહોંચી છે. આજે રાજ્યમાં કુલ 75,800 ટેસ્ટ કરવામાં આવ્યા, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 21,21,751 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યનાં વિવિધ ભાગોમાં આજે 14 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 2, અમરેલી 1, ગીર સોમનાથ 1, રાજકોટ 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત 1, વડોદરા 1 અને વડોદરા કોર્પોરેશનનાં 1 દર્દીનો સમાવેશ થાય છે.
આજે વિવિધ શહેરો અને જીલ્લાઓમાં નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા આ પ્રમાણે છે જેમાં સુરત કોર્પોરેશનમાં 178, અમદાવાદ કોર્પોરેશનમાં 145, વડોદરા કોર્પોરેશનમાં-97, સુરત- 92, રાજકોટ કોર્પોરેશન-82, જામનગર કોર્પોરેશન-81, ભાવનગર કોર્પોરેશન-37, વડોદરા- 35, પંચમહાલ-30, રાજકોટ-30, અમરેલી-28, ભાવનગર-28, મોરબી-26, ગાંધીનગર-25, ગીર સોમનાથ-24, અમદાવાદ-23, બનાસકાંઠા-23, કચ્છ-22, ભરુચ-21, મહેસાણા-19, વલસાડ-18, આણંદ-16, પાટણ-15, દાહોદ-15, દેવભૂમિ દ્વારકા- 15, જુનાગઢ કોર્પોરેશ-14, નવસારી-14, ગાંધીનગર કોર્પોરેશન-13, ખેડા, -13, નર્મદા -12, જામનગર-11, જુનાગઢ- 11, છોટાઉદેપુર-9,સ મહીસાગર-9, સુરેન્દ્રનગર-8, બોટાદ-7, અરવલ્લી-6, સાબરકાંઠા-6, તાપી-6, પોરબંદર-5 અને ડાંગમાં -2 કેસ નોંધાયા છે.
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,91,661 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,91,147 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 541 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લે્ખનીય છે કે, રિકવરી રેટ એટલે કે દર્દીઓનો સાજા થવાનો દર ખુબ જ સારો 80.51% ટકા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.