રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1343 પોઝિટિવ કેસ, 12ના મોત, 1304 સ્વસ્થ થયાં

દેશમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ તેજ બની રહ્યું છે. દરરોજ નોંધાતા પોઝિટિવ કેસનો આંકડો ચિંતાજનક છે. ભારતમાં કોરોના વાયરસના કેસ 64 લાખ નજીક પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો આંકડો 1 લાખ નજીક પહોંચી ચૂક્યો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1343 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1304 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 12 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3490 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 1,21,119 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.

આજે સમગ્ર ગુજરાતમાં કુલ 57,065 ટેસ્ટ કરવામાં આવ્યા છે તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 45,88,563 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,68,988 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,95,221 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે તો 466 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

આજે નોંધાયેલા કુલ 1343 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 173 અને જિલ્લામાં 104 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 171 અને જિલ્લામાં 23 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 86 અને જિલ્લામાં 42 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 107 અને જિલ્લામાં 56 કેસ, જામનગર કોર્પોરેશન એરિયામાં 65 અને જિલ્લામાં 25 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 91 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 16,698 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 121,119 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3490 થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 85.66% છે.

જામનગરમાં સંક્રમિતોનો આંકડો 6259 થયો

જામનગર શહેર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો છ હજાર બસ્સો ને પર પહોંચ્યો છે, જ્યારે જી.જી.હોસ્પિટલમાં મોતનું તાંડવ યથાવત્ રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 12 દર્દીઓ ના જી.જી. હોસ્પિટલના બિછાને મૃત્યુ નીપજયા છે. જેથી લોકોમાં ભયનો માહોલ બનેલો છે. જામનગર શહેરમા આજે શનિવારે 65 પોઝેટીવ કેસ અને ગ્રામ્ય વિસ્તારના 25 સહિત વધુ 90 પોઝિટિવ કેસ નોંધાયા છે. જામનગર શહેરમાં 252 પોઝિટિવ એક્ટિવ કેસ છે, જ્યારે જામનગર ગ્રામ્યના 93૩ મળી કુલ 345 એક્ટિવ કેસ છે, અને સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સુરત મનપાની સામાન્ય સભા પહેલા બે કોર્પોરેટરો પોઝિટિવ

સુરત મહાનગરપાલિકાની આજની સામાન્ય સભામાં પહેલા કોંગ્રેસના બે કોર્પોરેટરો રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે. સામાન્ય સભા શરૂ થાય તે પહેલા મહાનગરપાલિકાએ સભામાં હાજર રહેલા તમામ લોકોનો ટેસ્ટ કરવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસના ધીરુ લાઠીયા અને અરુણા ડાવરા નો રેપિડ ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. મહાનગર પાલિકાની સામાન્ય સભા પહેલા બે કોર્પોરેટરો પોઝિટિવ આવતા તંત્ર ચોંકી ઉઠયું છે. હજી 4:00 સામાન્ય સભા શરૂ થાય તે પહેલા હાજર રહેનાર તમામ કોર્પોરેટરો,કર્મચારીઓ અને મીડિયા કર્મીઓના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.