સમગ્ર શહેરમાં કોરોનાના દર્દીઓ માટે જરૂરી ઈન્જેક્શનની અછત સર્જાઈ હોવાના લીધે દર્દીના સગા સંબંધીઓની હાલત સૌથી વધુ કફોડી બની છે. તેવા સમયે મદદની આશાએ રાજ્યકક્ષાના આરોગ્યમંત્રીને યુવાને ફોન કરીને ઈન્જેક્શનની વ્યવસ્થા કરી આપવાની વાત કરી તો આરોગ્યમંત્રીએ યુવાનને જણાવ્યું હતું કે તમારો ફોન નંબર લખી દઉં છું, મને પણ ઈન્જેક્શન મળશે તો તમને સામેથી ફોન કરીશ. કારણ કે હું પણ ઈન્જેક્શન શોધી રહ્યો છું.
સરકારી હોસ્પિટલ જેવી કે સિવિલ અને સ્મીમેર ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ કોરોનાની સારવાર દર્દીઓને મળી રહે તે માટે પાલિકાએ કરાર કર્યા છે. તેના કારણે અનેક લોકો ખાનગી હોસ્પિટલમાં કોરોનાને લગતી સારવાર લઈ રહ્યો છે. પરંતુ તે હોસ્પિટલના તબીબો દ્વારા દર્દીને આપવા માટે ટોસિલિઝુમાબ અને રેમ્ડેસિવિર ઈન્જેક્શન આપવું પડે તેમ છે.
જેથી સિવિલમાંથી તમે ઈન્જેક્શન લઈ આવો તેવું જણાવવામાં આવતું હોય છે. જ્યારે સિવિલમાં અન્ય હોસ્પિટલના દર્દીને ઈન્જેક્શન આપવામાં આવતા નહીં હોવાથી વિજય ધામેલિયા નામના યુવાને રાજ્ય કક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણીને ઈન્જેક્શન સિવિલમાં છે તો તેને અપાવવાની વ્યવસ્થા કરવા માટે ફોન કર્યો હતો.
ત્યારે ઈન્જેક્શન અપાવવાની વાત તો દૂર રહી પોતે પણ ઈન્જેક્શન શોધી રહ્યા હોવાનું જણાવ્યું હતું. તેઓની આ વાતથી યુવાનમાં ભારે રોષ ફેલાયો હતો. તેમજ આરોગ્યમંત્રી અને તેની વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો વાઈરલ કરી દીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.