રાજ્યમાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં એલર્ટ

 

રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર,સોમનાથ, અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ હળવા વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.