રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1073 નવા કેસ, 23ના મોત, 1046 સ્વસ્થ થયાં

રાજ્યમાં કોરોનાની પોઝિટિવ કેસોનો આંકડો દરરોજ 1 હજારની ઉપર આવી રહ્યો છે. સંક્રમણ મહાનગરોથી માંડી ગ્રામ્ય પંથક સુધી ફેલાઈ ચુક્યું છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1073 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 23 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 2557 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1046 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

આજે નોંધાયેલા કુલ 1073 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 187 અને જિલ્લામાં 50 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 143 અને જિલ્લામાં 18 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 98 અને જિલ્લામાં 17 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 60 અને જિલ્લામાં 20 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 76 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 14,739 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 49,405 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 2557 થયો છે.

જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની વિગત

અમદાવાદ 161
સુરત 237
વડોદરા 115
ગાંધીનગર 27
ભાવનગર 47
બનાસકાંઠા 13
આણંદ 12
રાજકોટ 80
અરવલ્લી 3
મહેસાણા 24
પંચમહાલ 18
બોટાદ 14
મહીસાગર 9
ખેડા 14
પાટણ 10
જામનગર 46
ભરૂચ 21
સાબરકાંઠા 11
ગીર સોમનાથ 9
દાહોદ 18
છોટા ઉદેપુર 2
કચ્છ 27
નર્મદા 8
દેવભૂમિ દ્વારકા 1
વલસાડ 7
નવસારી 11
જૂનાગઢ 25
પોરબંદર 17
સુરેન્દ્રનગર 22
મોરબી 24
તાપી 8
ડાંગ 2
અમરેલી 30

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.