રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 170 પોઝિટિવ કેસ, સુરતમાં આજે સૌથી વધુ કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 170 પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. આજે સવારની પ્રેસ કોન્ફરન્સ બાદ કોરોનાના વધુ 78 કેસ નોંધાયા છે અને 3 લોકોના મોત થયા છે. જોકે, 12 જેટલા લોકો સાજા પણ થયા છે. અમદાવાદમા 32, સુરતામા 38, વડોદરામાં 5 અને બનાસકાંઠામાં 3 કેસ નોંધાયા છે.
અમદાવાદમાં પોઝિટિવ કેસ આવ્યા છે તેમાં દરિયાપુર, કાલુપુર, કાંકરિયા અને સુરતમાં મહુવા, માનદરવાજા, લિંબાયત અને ઉઘના તેમજ સલાબતપુરામાં કેસ બહાર આવ્યા છે. આ ઉપરાંત વડોદરામાં 5 કેસ અને બનાસકાંઠામાં નવા 3 કેસ બહાર આવ્યા છે.
24 હજાર ટેસ્ટ કીટ આજે ગુજરાતને મળી છે. છેલ્લા 24 કલાકમાં જ 2535 ટેસ્ટ થયા છે. જેમાં 170 પોઝિટીવ કેસો સામે આવ્યા છે. ગુજરાતમાં અત્યારસુધીમાં 13,689 લોકોને હોમ ક્વોરન્ટાઈ કરાયા છે. જેમાં સરકારી ફેસિલિટમાં 2054 લોકો ક્વોરંટિન છે.
ગુજરાતમાં કુલ દર્દીઓના મોતની સંખ્યા 41એ પહોંચી છે. રાજ્યમાં કુલ આંક 1099એ પહોંચ્યો છે. અમદાવાદમાં કુલ આંકની સંખ્યા 622એ પહોંચી છે. સુરતમાં 144 કેસ અને વડોદરામાં 142 કેસ કોરોના પોઝિટીવ છે. છેલ્લા 2 દિવસમાં સુરતે વડોદરાને પાછળ ધકેલી દીધું છે. રાજ્યમાં કુલ આંક 1100એ પહોંચવા આવ્યો છે.
બનાસકાંઠામાં નવા કેસો આવતાં કુલ આંક 9એ પહોંચ્યો છે. રાજ્યમાં હાલમાં સૌથી વધારે કેસો 5 મહાનગર ઉપરાંત પાટણ, આણંદ, ભરૂચ, બનાસકાંઠા અને નર્મદામાં વધ્યા છે. ગુજરાતમાં અત્યારસુધીમાં 23,438 કોરોનાનો ટેસ્ટ કરાયા છે. જેમાંઆજના પોઝિટિવ કેસ નોંધાયા છે, તેમાં 53 પુરૂષ અને 25 સ્ત્રીનો સમાવેશ થાય છે. સાથે જ 9 દર્દી વેન્ટીલેટર પર છે અને 963 વ્યક્તિ સ્ટેબલ છે. તો બીજી તરફ 86 વ્યક્તિ સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છે અને 41 વ્યક્તિઓના મોત થયા છે.
કુલ 16 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
અમદાવાદમાં કોરોનાના સતત વધતા કેસો વચ્ચે દિવસ-રાત ખડેપગે સેવા આપી રહેલા ડોક્ટર્સ અને નર્સ તેમજ મહાનગરપાલિકાના કર્મચારીઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. મહાનગરપાલિકાના અમદાવાદની એલજી હોસ્પિટલના કર્મચારીઓ સહિત કુલ 16 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એલ.જી. હોસ્પિટલમાં ફરજ બજાવતા 4 ડોક્ટર અને 1 નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને સાથે જ હોસ્પિટલના ડૉક્ટર્સ સહિત કુલ 10 કર્મચારીઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.