રાજ્યમાં કોરોનાના 92 નવા પોઝિટીવ કેસ સામે આવ્યા, આંકડો 1000ને પાર

આજે રાજ્યમાં 92 નવા પોઝિટીવ કેસ સામે આવતા કુલ આંકડો 1021 પર પહોંચ્યો છે. અમદાવાદમાં 45 કેસ સામે આવ્યા છે. વડોદરામાં 09 કેસ, સુરતમાં 14 કેસ, ભરૂચ 08, બોટાદ 03, છોટાઉદાપુર 01, ખેડા 01 મહિસાગર 01 કેસ, નર્મદામાં 05 કેસ, પંચમહાલ 92 કેસ પોઝિટીવ આવ્યા છે.

અમદાવાદ શહેરમાં આંકડો 590 પર પહોંચ્યો છે. અમદાવાદ અને વડોદરામાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત નીપજ્યુ છે. અમદાવાદમાં વટવા, જમાલપુર, કાલુપુર, ચાંદખેડા, વેજલપુર, દરિયાપુર, નિકોલમાં નવા કેસ નોંધાયા જ્યારે 74 જેટલા દર્દીને રજા આપવામાં આવી છે.

અમદાવાદમાં કોરોના પોઝિટીવ દર્દીનો આંક 590 પર પહોંચ્યો
અમદાવાદમાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે રાજ્યમાં 92 નવા પોઝિટીવ કેસોમાં 45 કેસો તો ફક્ત અમદાવાદમાંથી નોંધાયા છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 1608 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં કોરોનાના કેસોનો વ્યાપ સતત વધી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા એક હજારને પાર પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં વધુ 92 કેસ સામે આવ્યા છે. જેના કારણે કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 1 હજાર 21 થઇ છે. આ ઉપરાંત કોરોનાને કારણે વધુ બે દર્દીઓના મોત નીપજ્યા છે. અમદાવાદ અને વડોદરામાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયું છે.

વડોદરામાં કોરોનાના વધુ એક દર્દીનું મોત થયુ
વડોદરામાં કોરોનાના વધુ એક દર્દીનું મોત થયુ. શહેરના ન્યાયમંદિર મદનઝાંપા રોડ પાસે રહેતા ચિરાગ પટેલનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જોકે તેમનું સાંજે કોરોનાના કારણે મોત થયું. ચિરાગને લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યો હતો. ત્યારે ન્યાયમંદિર વિસ્તારમાં પ્રથમ કોરોનાનો કેસ પણ નોધાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.