રાજ્યમાં કોરોનાએ આતંક મચાવ્યો: ગુજરાતમાં 46 નવા કેસ નોંધાયા અને 2ના મોત

રાજ્યમાં કોરોનાનું સંકટ વધી ગયું છે. રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસે વધારો થતા જાય છે. રાજ્યમાં કોરોનાના આંકડો 308 પર પહોંચી ગયો છે. રાજ્યમાં ગઇકાલ સાંજથી અત્યાર સુધીમાં 46 નવા કેસ નોંધાયા છે અને 2ના મૃત્યુ થયા છે તો ગાંધીનગરમાં પ્રથમ મોત નીપજ્યું છે.

ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ દિવસને દિવસે વધી રહ્યો છે. રાજકોટ ગાંધીનગર બાદ હવે ભાવનગરમાં 4 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ભાવનગરમાં જે 4 કેસ પોઝિટિવ આવ્યા છે તેમાંથી 3 પુરુષ અને 1 મહિલા દર્દીને કોરોના પોઝિટિવ આવ્યો છે. ભાવનગરમાં કુલ 70 જેટલા સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેમાંથી 4 પોઝિટિવ અને 66 નેગેટિવ આવ્યા છે. આ 4 કેસ સાથે ભાવનગરમાં કુલ કેસની સંખ્યા 22એ પહોંચી ગઈ છે. સાથે જ ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 308એ પહોંચી ગઈ છે.

ભરૂચમાં કોરોનાના એકસાથે ચાર પોઝિટિવ દર્દીઓ નોંધાયા હોવાના અહેવાલો મળે છે. ભરૂચમાં કોરોના પોઝિટિવ આવતાની સાથે ભરૂચ ગુજરાતનો ઓગણીસમો કોરોનાગ્રસ્ત જિલ્લો બની ગયો છે.
મળી રહેલા અહેવાલો અનુસાર, આ ચારેય દર્દીઓ તામિલનાડુના છે અને તેઓ 12 થી 17 માર્ચ દરમિયાન ભરૂચની મસ્જિદમાં રોકાયા હતા. આ ચારેય કોરોના પોઝિટિવ દર્દીઓને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.
સૌથી ભયજનક વાત એ છે કે,ચારેય દર્દીઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવા છતાં કોરોનાના એક પણ લક્ષણ દેખાતા નથી.

કોરોનાના કેસની વાત કરવામાં આવે તો જંગલેશ્વર વિસ્તારમાં આજે વધુ 5 કેસ નોંધાયા છે. આ 5 કેસ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા આ કેસ સામે આવ્યા છે. તો વડોદરાના નાગરવાડામાં સૈયદપુરામાં રાત્રે 17 પોઝિટિવ કેસ આવ્યા છે. કચ્છના માધાપરમાં કોરોના પોઝિટિવ વૃદ્ધની પત્ની તથા પુત્રવધૂનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે કચ્છમાં કુલ 4 કોરોના પોઝિટિવ કેસ થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 100 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. એક સાથે વધુ 17 પોઝિટિવ કેસ આવતા વડોદરાના નાગરવાડા વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ 291 દર્દીઓ થઈ ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.