રાજ્યમાં કોરોનાનો આતંક યાથાવત્: આજે 539 નવા કેસ નોંધાયા, 20ના મોત

રાજ્યમાં કોરોના સંક્રમણની ગતિ વધી રહી છે. ગુજરાતમાં દરરોજ 500થી વધારે નોંધાઈ રહેલા પોઝિટિવ કેસોથી રાજ્યમાં કોરોનાનો આંકડો ચિંતાજનક સ્તરે પહોંચી રહ્યો છે. આજે પણ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવ કેસના આંક 500ને પાર રહ્યો. રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા પોઝિટિવ કેસોની જાણકારી આપવામાં આવી.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 539 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 20 દર્દીઓના મોત થયાં છે.  કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 1639 થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા  26,737 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 535 દર્દીઓ સ્વસ્થ થયાં છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ 539 પોઝિટિવ કેસમાંથી અમદાવાદમાં જ 306, સુરતમાં 103, વડોદરામાં 43, ભરૂચમાં 12, ભાવનગરમાં 09 પોઝિટિવ કેસો નોંધાયા છે. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 66 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 6330 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 18702 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 1639 થયો છે.

જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની વિગત

અમદાવાદ 306
સુરત 103
વડોદરા 43
ભરૂચ 12
ભાવનગર 9
ગાંધીનગર 8
નર્મદા 8
જામનગર 7
આણંદ 4
રાજકોટ 4
મહેસાણા 4
સુરેન્દ્રનગર 4
અમરેલી 4
બનાસકાંઠા 3
અરવલ્લી 3
પાટણ 3
નવસારી 3
મહીસાગર 2
ખેડા 2
વલસાડ 2
પંચમહાલ 1
બોટાદ 1
કચ્છ 1
દેવભૂમિ દ્વારકા 1
મોરબી 1

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.