રાજ્યમાં કોરોનાનો ચિંતાજનક માહોલ, આજે 1295 કેસ, 13 દર્દીના મોત, કુલ મૃત્યુઆંક 3136

રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણનાં કારણે પરિસ્થિતિ ચિંતાજનક બનતી જાય છે. આજે મંગળવારે 1295 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 13 દર્દીના મોત થયા છે, બીજી તરફ 1445 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 72,076 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 29,25,447 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1295 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1445 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 87,479 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 81.78% ટકા છે.

કોરોનાનાના ચેપના ફેલાવાનો ફેલાવો આ પ્રમાણે છે. આજે સુરત કોર્પોરેશન 177, અમદાવાદ કોર્પોરેશન 148, રાજકોટ કોર્પોરેશન 98, સુરત 88, વડોદરા કોર્પોરેશન 84, જામનગર કોર્પોરેશન 83, વડોદરા 40, રાજકોટ 36, પંચમહાલ 34, કચ્છ 32, પાટણ 28, અમરેલી 27, ભાવનગર કોર્પોરેશન 26, મોરબી 26, મહેસાણા 23, અમદાવાદ 22, બનાસકાંઠા 22, ભરૂચ 22, દાહોદ 20, ગાંધીનગર 20, દેવભૂમિ દ્વારકા 19, જુનાગઢ 18, જુનાગઢ કોર્પોરેશન 18, જામનગર 16, આણંદ 15, ભાવનગર 15, ગાંધીનગર કોર્પોરેશન 15, મહીસાગર 15, સુરેન્દ્રનગર 15, ગીર સોમનાથ 14, નવસારી 12, તાપી 12, નર્મદા 10, સાબરકાંઠા 10, ખેડા 8, બોટાદ 7, છોટા ઉદેપુર 7, વલસાડ 6, ડાંગ 4, પોરબંદર 3 કેસો મળી કુલ 1295 કેસો મળ્યા છે.

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16351 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 82 છે. જ્યારે 16269 લોકો સ્ટેબલ છે. 87479 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3136 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 13 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશન2, ગાંધીનગર 1, વડોદરા કોર્પોરેશન 1 અને કુલ 13 લોકોનાં મોત નિપજ્યાં છે.

રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,85,500 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,85,033 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 467 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ખુબ જ સારો થઇ રહ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.