રાજ્યમાં દરરોજ નોંધાતા કોરોનાના કેસોનો આંકડો હવે 600ને પાર આવી રહ્યો છે. ગઈકાલે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ એક દિવસના રેકોર્ડ 615 કેસ નોંધાયા હતા ત્યારે આજનો આંકડો તેને પણ પાર કરી ચુક્યો છે. રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા પોઝિટિવ કેસોની જાણકારી આપવામાં આવી.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 624 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 19 દર્દીઓના મોત થયાં છે અને આ સાથે જ મૃત્યુઆંક 1800ને પાર થયો છે. રાજ્યમાં આજના દિવસના ગણીને કુલ 1809 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 31,397 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 391 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ 624 પોઝિટિવ કેસમાંથી અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 198, સુરત કોર્પોરેશન એરિયામાં 174, વડોદરા કોર્પોરેશન એરિયામાં 44 પોઝિટિવ કેસો નોંધાયા છે. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 71 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 6709 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 22,808 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 1809 થયો છે.
અમદાવાદની સ્થિતિ પણ હજી ગંભીર છે કારણ કે, સમગ્ર રાજ્યના સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાયા છે અને મૃત્યુદર પણ વધુ છે. અમદાવાદ સિવાય સુરતમાં પણ સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા થોડા દિવસોથી સુરતમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો 150 ઉપર આવી રહ્યો છે. સુરતમાં નોંધાઈ રહેલા કેસોને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા સુરતમાં આવેલા ડાયમંડ યુનિટોમાં કામ કરતા રત્ન કલાકારોનું સ્ક્રિનિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની વિગત
અમદાવાદ | 211 |
સુરત | 182 |
વડોદરા | 44 |
વલસાડ | 36 |
ગાંધીનગર | 11 |
પાટણ | 11 |
રાજકોટ | 10 |
કચ્છ | 10 |
જૂનાગઢ | 10 |
સુરેન્દ્રનગર | 10 |
અમરેલી | 10 |
ભાવનગર | 8 |
મહેસાણા | 8 |
બનાસકાંઠા | 7 |
ભરૂચ | 7 |
ખેડા | 6 |
અરવલ્લી | 4 |
નવસારી | 4 |
મોરબી | 4 |
આણંદ | 3 |
બોટાદ | 3 |
સાબરકાંઠા | 3 |
પંચમહાલ | 2 |
જામનગર | 2 |
પોરબંદર | 2 |
ગીર સોમનાથ | 1 |
નર્મદા | 1 |
તાપી | 1 |
અન્ય રાજ્ય | 13 |
કુલ | 624 |
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.