ગુજરાતમાં વધતા જતા કોરોનાના કહેર વચ્ચે પ્રજા વધુ સલામતી રાખે અને માસ્ક પહેરીને જ બહાર નીકળે તે માટે રાજ્ય સરકારે હવે માસ્ક ન પહેરનારનો દંડ વધારવા જઈ રહી છે. સરકાર હાલનો માસ્ક ના પહેરનારનોરૂ. 200નો દંડ વધારીને રૂ.1000 કરવા માટે વિચારણા કરી રહી છે.
ગીચ વિસ્તારમાં સંક્રમણ પણ વધુ અને સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ અભાવ
ગુજરાતમાં કોરોના સંક્રમણ ગંભીર રીતે આગળ વધી રહ્યું છે. ત્યારે સરકાર સોશિયલ ડિસ્ટન્સિગ અને માસ્ક પહેરવાના નિયમોને વધારે કડક બનાવે તેવી સંભાવના છે. રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા કેસોને ધ્યાને લઇને ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં ગીચ વિસ્તારમાં સંક્રમણ વધુ હોવાનું અને તેમાં પણ આ સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન ન થતું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પ્રત્યેક નાગરિક જ્યારે ઘર બહાર નીકળે ત્યારે તેના મોઢા પર માસ્ક કે રૂમાલ અવશ્ય હોવાજોઇએ. તેની ફરજ પાડવા માટે માસ્કના દંડની રકમ વધારવાની ચર્ચા કરવામાં આવી હતી.
સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન કરનારા દુકાનધારકો માટે દંડ-સજાની જોગવાઇ થઈ શકે
ગુજરાતમાં માસ્ક નહીં પહેરનાર વ્યક્તિ પાસેથી માત્ર 200 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવે છે. જ્યારે કેરળમાં તો માસ્ક નહીં પહેરનાર વ્યક્તિનવે રૂ.5000 સુધીનો ભારે દડં ચૂકવવો પડે છે અને જો તે વ્યક્તિ બીજી વખત પકડાય તો તેને જેલની સજાની જોગવાઇ છે. ગુજરાતમાં પણ માસ્કના દંડની રકમ વધારવા માટે સરકારને ભલામણ કરવામાં આવી છે.રાજ્યમાં માસ્ક નહીં પહેરનાર વ્યક્તિએ હવે રૂ.500થી રૂ.1000 સુધીનો દંડ ચૂકવવો પડે તેવો નિર્ણય લેવામાં આવી શકે છે, જ્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરનારા દુકાનધારકને દંડ અને સજાની જોગવાઇ કરવામાં આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.