રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, નવા 22 કેસ, 2 વ્યક્તિના મૃત્યુ, કુલ સંક્રમિતોની સંખ્યા 538

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાજ્યભરમાં નવા 22 કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં 13 કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના પીડિતોની સંખ્યા અત્યાર સુધી 538 પર પહોંચી ગઈ છે. તો બે લોકોના કોરોનાને લીધે મોત પણ થયા છે. આ સાથે આ મહામારીને કારણે અત્યાર સુધી 26 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો કુલ 47 લોકો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં 76 વર્ષના પુરૂષે પોતાનો જીવ ગુમાવ્યો છે. તો વડોદરામાં એક 28 વર્ષીય યુવાનનું પણ નિધન થયું છે. તેને ડેન્ગ્યૂ પણ હતો.

સ્વાસ્થ્ય મંત્રાલયે આપી માહિતી
આરોગ્ય વિભાગના અગ્ર સવિચ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, રાજ્યમાં કોરોના વાયરસના નવા 22 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ કોરોના પીડિતોની સંખ્યા 538 પર પહોંચી ગઈ છે. તો બે લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 26 પર પહોંચી ગયો છે. અમદાવાદ અને વડોદરામાં આ મોત થયા છે. તેમણે કહ્યું કે, 13257 ટેસ્ટ ગુજરાતમાં કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.