રાજ્યમાં કોરોનાની સ્પીડ થોડીક ઘટી, છેલ્લા 24 કલાકમાં 1052 કેસ નોંધાયા, 1015 સ્વસ્થ થયાં

રાજ્યમાં દરરોજ નોંધાતા કોરોનાના કેસનો આંકડો દરરોજની સરખામણીએ આજે ઓછો આવ્યો છે. છેલ્લા થોડાં દિવસોથી કોરોનાનો આંકડો 1100 પાર રહેતો હતો જે આજે ઓછો આવ્યો છે. જ્યારે સ્વસ્થ થયેલાં દર્દીઓનો આંકડો 1015 થયો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1052 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 22 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 2348 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 56,874 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1015 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

આજે નોંધાયેલા કુલ 1052 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 204 અને જિલ્લામાં 54 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 144 અને જિલ્લામાં 40 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 82 અને જિલ્લામાં 14 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 50 અને જિલ્લામાં 24 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 81 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 13,065 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 41,380 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 2348 થયો છે.

જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની વિગત

અમદાવાદ 184
સુરત 258
વડોદરા 96
ગાંધીનગર 34
ભાવનગર 33
બનાસકાંઠા 19
આણંદ 12
રાજકોટ 74
અરવલ્લી 4
મહેસાણા 17
પંચમહાલ 12
બોટાદ 3
મહીસાગર 11
ખેડા 16
પાટણ 27
જામનગર 15
ભરૂચ 24
સાબરકાંઠા 10
ગીર સોમનાથ 16
દાહોદ 27
કચ્છ 12
નર્મદા 6
દેવભૂમિ દ્વારકા 2
વલસાડ 19
નવસારી 16
જૂનાગઢ 26
પોરબંદર 3
સુરેન્દ્રનગર 30
મોરબી 11
તાપી 6
અમરેલી 22
અન્ય રાજ્ય 7
કુલ 1052

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.