રાજ્યમાં કોરોનાનું તાંડવઃ રોજ ફટકારે છે બેવડી સદી, છેલ્લા 24 કલાકમાં નવા 247 કેસ

ગુજરાતમાં કોરોનાના કેસો અટકી રહ્યા નથી. કુલ કોરોનાના કેસોનો આંક 3,548એ પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 247 કેસો નવા નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના નવા કેસ 197 નોંધાયા છે. આજે અમદાવાદમાં અસારવા, જમાલપુર, નિકોલ, પાલડી, દૂધેશ્વર, ગોમતીપુર, સરખેજ, વટવા, શાહઆલમ, દાણીલીમડા, રાયખડ, નિકોલ, કાલુપુર અને વટવામાં નવા કેસો નોંધાયા છે.

મધ્યઝોન અને કોટ વિસ્તારમાં 40થી વધુ કેસ
અસારવા વિસ્તારમાં આવેલી કડિયાની ચાલીમાં આજે 23 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે મેમનગર વિસ્તારમાં આવેલા ગોપાલનગર સહિતના વિસ્તારમાં 10 જેટલા પોઝિટિવ કેસ આવ્યા છે. મધ્ય ઝોન એટલે કે કોટ વિસ્તારમાં 40થી વધુ કેસ આજે નોંધાયા છે.

અમદાવાદ

197

સુરત

30

રાજકોટ

1

આણંદ

2

બોટાદ

1

ડાંગ

1

ગાંધીનગર

5

જામનગર

1

પંચમહાલ

3

વડોદરા

6


ત્રણ જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી
આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોના વાયરસના સંક્રમણે અટકાવવા માટે રાજ્યનું વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ અને પ્રતિબધ્ધ છે. ગુજરાતમાં અમરેલી, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ મળી કુલ ત્રણ જિલ્લામાં એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. તેમણે ઉમેર્યું કે, સંક્રમણ થતું અટકાવવા અને અન્ય રોગોના દર્દીઓને માર્ગદર્શન માટે રાજ્ય સરકારે ટેલિ મેડીસીન થકી સારવાર આપવા નવતર પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જેમાં એમ.ડી ફિઝિશિયન, એમ.ડી પ્રિડ્રિયાટ્રિશિયન, ડર્મેટોલોજીસ્ટ અને ગાયનેકોલોજીસ્ટ જેવા તજજ્ઞો દ્વારા સવારે 10 થી સાંજના 5 સુધી માર્ગદર્શન આપવામાં આવે છે, જેનો મહત્તમ લાભ લેવા માટે અનુરોધ છે. આરોગ્ય કમિશનરની કચેરીએથી તેનું સંકલન કરાઈ રહ્યું છે. 31 જિલ્લાના નાગરિકો ટેલિ મેડીસીનનો લાભ લઈ રહ્યા છે.

81 લોકો સ્વસ્થ
છેલ્લા 24 કલાક દરમ્યાન 81 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. તો સામે 11 લોકોના મૃત્યુ થયા છે. રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આજે સાંજે પાંચ વાગ્યા સુધી છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલા કેસોની વિગત આપી હતી. છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલા આ કેસોમાં સૌથી વધુ અમદાવાદમાં 197 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીનો અમદાવાદમાં કુલ કેસોનો આંક 2378 પર પહોંચ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.