રાજ્યમાં દારૂબંધીના નામ પર કલંક લગાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ , લગ્નપ્રસંગ માં ખુલ્લેઆમ દારૂ ની પાર્ટી થઇ

કચ્છ : રાજ્યમાં દારૂબંધીના નામ પર કલંક લગાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો કચ્છનો હોવાનું સામે આવી રહ્યું છે. આ વીડિયોમાં કેટલાક યુવાનો દારૂની રેલમછેલ કરી રહ્યા છે. અને એકબીજાને નવડાવી લગ્ન પ્રસંગમાં ઝૂમી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છના મુંદરા તાલુકાના કાંડાગરા ગામમાં એક પરિવારને ત્યાં લગ્ન પ્રસંગ હતો, જેમાં રાસગરબાની રાત્રે કેટલાક યુવાનો હાથમાં દારૂની બોટલ સાથે ગરબે ઝુમી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હાહાકાર મચી ગયો છે.

રાજ્યમાં દારૂબંધી હોવા છતા, આ રીતે લગ્ન પ્રસંગમાં ખુલ્લેઆમ દારૂની પાર્ટી થઈ રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા દારૂબંધીની પોલ ખુલી ગઈ છે, જેને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ છે.

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, લગ્ન પ્રસંગ ચાલી રહ્યો છે, જેમાં લગ્નમાં આવેલા મહેમાનો દારૂની બોટલ સાથે ‘તિરંગા’ ફિલ્મના ગીત ‘પીલે-પીલે ઓ મેરે રાજા, પીલે-પીલે ઓ મર જાની’ ગીત પર ગરબે ઝુમી રહ્યા છે, અને એક બીજા પર દારૂ રેડી એકબીજાને નવડાવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.