રાજ્યના ખેડૂતો માટે સંકટ- 10 માર્ચના રોજ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતા થશે વરસાદ

રાજ્યના ખેડૂતો માટે ફરી એકવખત માઠા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં એક બાજુ ચોમાસું જવાનું નામ લઈ રહ્યું નથી અને ઉનાળા બેસતો નથી તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી વરસાદ પડવાના એંધાણ સર્જાયા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 10 માર્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓ અને તાલુકામાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે.

હવામાન વિભાગના મતે ગુજરાતના વાતાવરણમાં ફરીથી પલટો આવવાના એંધાણ સર્જાયા છે જેના કારણે 10 માર્ચે કમોસમી વરસાદ પડશે. ગુજરાતના બનાસકાંઠા, દ્વારકા, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા દેખાડી છે. દક્ષિણ પાકિસ્તાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે ત્યારે તેની સીધી અસર ગુજરાતમાં પડી રહી છે.

દક્ષિણ પાકિસ્તાનમાં ફરીથી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે હવામાન વિભાગે 10 માર્ચના કમોસમી વરસાદની સંભાવના સેવી છે. રાજ્યના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. 10 માર્ચે બનાસકાંઠા અને દ્વારકાના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને તેની સીધી અસર ખેડૂતોના પાક પર પડી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.