રાજ્યના લોકોની સ્વાસ્થની ચિંતા ને બાજુ પર મુકી ને રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણી ટોળા ભેગા કરી વાહ-વાહી લુટવામાં વ્યસ્ત

ગુજરાતરાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી કુમારભાઈ કાનાણી રાજ્યના સાડા છ કરોડ લોકોને કોરોનાના ભયના ઓથાર નીચે મૂકી રોડ શો જેવા નાટકો કરી પોતાના સમર્થકો અને ચાહકો સાથે ફોટો સેશન કરાવી રહ્યા હોય તેવા ફોટો પોતાનાજ ફેસબુક પર મુક્યા છે.

એક રંગોળી આર્ટીસ્ટ યુવતીના રોડ પર ચીતરેલા ફોટો નિહાળવા આવેલ આરોગ્ય મંત્રી કાનાણી ને જોવા આરોગ્ય અને રાજ્યસરકારના નિયમોને નેવે મૂકી ભીડ ભેગી થઇ હતી.

લોકડાઉનના મહત્વને સમજી ન શકનારા કાનાણી સાથે પોલીસ પણ દેખાઈ રહી છે. સોસાયટી ટેરેસ પર ૫-૭ લોકો બેઠા હોય તો પણ ડ્રોન ની મદદથી ફરિયાદ દાખલ કરતી પોલીસ જ આ રોડ શો જેવા કાર્યક્રમમાં હાજર છે, જે જોઇને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.