રાજ્યના મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ રહેશે, માસ્ક ફરજીયાત: CM રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સાંજે સોશિયલ મીડિયાના માધ્યમથી સંબોધન કર્યું. જેમાં તેમણે કહ્યું કે, લોકોએ વિકેન્ડ કરફ્યૂમાં લોકોએ સાથ સહકાર આપ્યો છે. તહેવારો બાદ સંક્રમણ વધ્યું હોવાથી સરકારે અમદાવાદમાં કરફ્યૂનો નિર્ણય કર્યો જેમાં લોકોનો સહકાર સારો રહ્યો. રાજ્યમાં આવતીકાલથી ચારેય મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ અમલી થશે.

આવતીકાલથી આ 4 શહેરમાં રહેશે માત્ર નાઈટ કર્ફ્યૂ. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં હવે ફક્ત નાઈટ કર્ફ્યૂ જ લાગૂ રહેશે, દિવસના કર્ફ્યૂમાંથી જનતાને મુક્તિ આપવામાં આવી છે.

મુખ્યપ્રધાન વિજય રુપાણીએ રાજ્યની જનતાને સંબોધન કરતા જણાવ્યુ હતું કે, રાજ્યમાં કોરોનાને સંક્રમણને ધ્યાને રાખતા હવે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ખાસ પાલન કરવું પડશે. સાથે જ તેમણે જણાવ્યુ છે કે, અમદાવાદમાં કર્ફ્યૂ સમયે જનતાએ ખૂબ સહકાર આપ્યો છે. ત્યારે હવે અમદાવાદમાં દિવસે કર્ફ્યૂ રહેશે નહીં.

લોકોએ ડરવાની જરૂર નથી

વધુમાં તેમણે જણાવ્યું કે, રાજ્યની જનતાને કોરોનાકાળમાં ડરવાની જરૂર નથી. રાજ્ય સરકારે તમામ પ્રકારની વ્યવસ્થા કરી રાખી છે. બસ ખાલી યુવાનોએ ટોળે વળવુ નહીં, તથાં કારણવગરની મેળાવડા કરવા નહીં. જેથી કરીને સંક્રમણ વધારે ફેલાય નહીં. આગામી દિવસોમાં આપણે નિયમોનું ખાસ પાલન કરી માસ્ક ફરજિયાત લગાવી રાખવાના રહેશે.

ગાંધીનગર, તા. 21 નવેમ્બર 2020, રવિવાર

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.