રાજ્યમાં હવે મહાનગરોથી લઈને ગ્રામ્ય પંથક સુધી કોરોના ફેલાઈ ચુક્યો છે. અનલોક બાદ ધીરે-ધીરે હવે ગામડાંઓમાં પણ કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. રાજ્યમાં કોરોનાના આંકડાઓ દરરોજ નવા રેકોર્ડ બનાવે છે. આજે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોના કેસનો આંકડો 900 પાર રહ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 902 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 10 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 2057 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 42,808 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 608 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.
કોરોનાના સંક્રમણ સુરતમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. આજે નોંધાયેલા કુલ 902 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 207 અને જિલ્લામાં 80 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 152 અને જિલ્લામાં 12 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 61 અને જિલ્લામાં 13 કેસ, ભાવનગર કોર્પોરેશન એરિયામાં 24 અને જિલ્લામાં 16 કેસ નોંધાયા છે.
રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 74 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 10,871 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 29,806 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 2057 થયો છે.
સુરતની સ્થિતિ
સુરતની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. આજે સુરત કોર્પેશન વિસ્તારમાં 207 અને જિલ્લામાં 80 કેસ સાથે કુલ 287 નવા કોરોનાના કેસ નોંધાયા છે. સુરતમાં આજે 186 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે 5 દર્દીઓના મોત થયાં છે. સુરતમાં કોરોનાનો કુલ આંકડો 8,115 પર પહોંચ્યો છે. કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 5,068 પર પહોંચ્યો છે અને કુલ મૃતકઆંક 220 થયો છે.
અમદાવાદની સ્થિતિ
અમદાવાદની કોરોનાની
સ્થિતિ પર નજર નાખીએ તો અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 152 અને જિલ્લામાં 12 કેસ સાથે કુલ 164 કેસ નોંધાયા છે. આજે અમદાવાદમાં 151 દર્દીઓ સ્વસ્થ થયાં છે અને 3ના મોત થયાં છે. અમદાવાદમાં કુલ કેસનો આંકડો 23,259 થયો છે. કુલ 17,943 દર્દીઓ સ્વસ્થ થયાં છે. હાલ 3792 એક્ટિવ કેસ છે અને કુલ મૃતકઆંક 1524 થયો છે.
જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની વિગત
અમદાવાદ | 164 |
સુરત | 287 |
વડોદરા | 74 |
ગાંધીનગર | 25 |
ભાવનગર | 40 |
બનાસકાંઠા | 12 |
આણંદ | 9 |
રાજકોટ | 34 |
અરવલ્લી | 3 |
મહેસાણા | 12 |
પંચમહાલ | 3 |
બોટાદ | 2 |
મહીસાગર | 5 |
ખેડા | 19 |
પાટણ | 10 |
જામનગર | 13 |
ભરૂચ | 15 |
સાબરકાંઠા | 7 |
દાહોદ | 16 |
છોટા ઉદેપુર | 3 |
કચ્છ | 7 |
વલસાડ | 8 |
નવસારી | 19 |
જૂનાગઢ | 46 |
પોરબંદર | 4 |
સુરેન્દ્રનગર | 26 |
મોરબી | 9 |
તાપી | 1 |
અમરેલી | 29 |
કુલ | 902 |
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.