રાજ્યમાં પ્રથમ વખત સુરતમાં અશાંતધરા ના હુકમો માટે ઓપન હાઉસ રાખ્યો: 300 અરજદારોને અપાયા હુકમ

કોરોનાની મહામારી વચ્ચે આજે સિટી પ્રાંત કચેરી દ્વારા અશાંતધારા હેઠળ એક જ દિવસમાં 300 હુકમ ઇસ્યૂ કરાયા હતા.હાલની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખીને આગામી દિવસોમાં આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરી દેવાનો નિર્ણય લેવાયો હતો.

સુરત શહેરમાં કોર્ટ વિસ્તાર, રાંદેર અને કતારગામના ટૂંકી વિસ્તાર માં અશંતધારો લાગુ કરાયો છે. જેમાં કોઈ એ પણ મિલકત વેચવી હોઈ તો પ્રાંત અધિકારી ની મંજૂરી ફરજિયાત લેવી પડે છે.

આ નિયમ ના કારણે કચેરી માં મોટી સંખ્યામાં અરજીઓ આવી હતી.આ અરજીનો ઝડપથી નિકાલ કરીને આજે પ્રાંત ઓફિસર એસ.એમ.રજવાડી એ ઓપન હાઉસ રાખીને 300 અરજદારોને જિલ્લા કલેકટર ડો ધવલ પટેલ ના હસ્તે અશંતધારા ના હુકમ એનાયત કરાયા હતા. જેમાં પ્રાંત ઓફિસર, નાયબ મામલતદાર યોગેશ પટેલ સહિત ટીમ હાજર રહી હતી.કોરોના ના ફફડાટ વચ્ચે આખા રાજ્યમાં પ્રથમવાર સુરતમાં ઓપન હાઉસ નું આયોજન થયું હતું.

પ્રાંત ઓફિસર ના જણાવ્યા મુજબ ફૂલ 457 અરજીઓ આવી હતી.જે પૈકી 300 અરજી મંજૂર કરવામાં આવી છે.128 અરજીઓ માં પુરાવા રજૂ કરવા તાકીદ કરાઇ છે.તો 29 અરજીઓ અલગ અલગ ધર્મના કિસ્સામાં અભિપ્રાય માટે મોકલવામાં આવી છે.કોરોના માં અરજદારો ને કચેરી સુધી લબાવવું નહિ પડે તે માટે આગામી સમય માં અરજીઓ નો ઝડપથી નિકાલ થાય તે આશયથી હવે અરજીઓ ઓનલાઈન લેવામાં આવશે.જેથી અરજદારો ને અરજી મંજૂર, નામંજૂરના હુકમનું સ્ટેટસ ઘરબેઠા ઓનલાઈન જ જોઈ શકશે સાથેજ સબ રજીસ્ટાર નો હુકમ પણ મોકલવામાં આવશે.જેથી દસ્તાવેજ કરવામાં સરળતા રહે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.