રાજ્ય અને રાજ્ય બહાર જે લોકો ફસાયેલા છે તેને પાછા લાવશે ગુજરાત સરકાર? મોટી જાહેરાત કરી- જાણો

રાજ્યમાં દરરોજ કેસમાં વધારો થતો જાય છે. રાજ્યમાં આજે વડોદરામાં વધુ 19 કેસ ને મહેસાણામાં 3 પોઝિટિવ કેસ નોંધાતા આંકડો 4104 પર પહોંચી ગયો છે. તો વડોદરામાં 1 દર્દીનું મોત નિપજતા આંકડો 198 પર પહોંચ્યો છે. રાજ્યમાં 527 દર્દીઓ સાજા થઇ ગયા છે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે રાજ્યના અનેક જિલ્લાઓમાં પરપ્રાંતીઓ ફસાયેલા છે. કેન્દ્રની ગાઈડલાઈન મુજબ આ પરપ્રાંતીઓને જે સંપૂર્ણ સ્વસ્થ હશે તેને જ વતન પરત મોકલવામાં આવશે. આ માટે 8 IPS-IASને જવાબદારી સોંપવામાં આવી છે. અલગ-અલગ રાજ્ય માટે અલગ-અલગ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે.

ઉપરાંત ગુજરાતના જે લોકો બહાર ફસાયેલા છે તેમને પણ રાજ્યમાં પરત લાવવામાં આવશે. આ માટે સાંજ સુધીમાં અરજી કરવા માટે પોર્ટલ તૈયાર કરવામાં આવશે. ગુજરાત બહાર રહેતા લોકોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં વાહનની વિગત પણ ભરવાની રહેશે.આગામી 10-15 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

વતનમાં પરત ફરવા માટે એક શરત રાખવામાં આવી છે કે, શરદી તાવ કે ઉઘરસ તથા અન્ય કોઈ ગંભીર બીમારીના લક્ષણો હોય તેઓને પરવાનગી આપવામાં આવશે નહિ, સંપૂર્ણ સ્વસ્થ હોય તેવા લોકો જ જઈ શકશે. ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જે તે ગ્રૂપ દ્વારા કરવામાં આવશે. વિગતવાર માહિતી ઓનલાઈન ભરવાની રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.