ચૂંટણી સમયે પણ સરકારે ઢિલાસ વર્તી હતી અને મંત્રીઓ અને નેતાઓએ કોરોનાના નિયમો સરેઆમ ભંગ કર્યા હતા. સ્ટેડિયમમાં દર્શકોને છૂટ આપ્યા બાદ કેસ વધ્યા છે.
મેચ જોવા આવતા દર્શકોએ નિયમોનું યોગ્ય પાલન ન કર્યું અને BCA દ્વારા પણ કોરોનાને લઇ વ્યવસ્થા ગોઠવવામાં નિષ્ફળ નીવડી હતી.
. દર મેચમાં 50 હજારથી વધુ દર્શકો સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યા હતા.
- BCAના સંચાલકો સામે પોલીસ કેમ કોઇ કાર્યવાહી નથી કરતી?
- શું સરકાર અને પોલીસ હાઇકોર્ટના આદેશની રાહ જોઇ રહી છે?
- હાઇકોર્ટ કહેશે ત્યારબાદ જ સરકાર અને તંત્ર જાગશે?
મનપાના કમિશનરોને સૂચના આપવામાં આવી છે. કમિશનરને યોગ્ય નિર્ણય લેવા છૂટ અપાઇ
છે અને જરૂરી પગલાં લેવા માટે પણ છૂટ અપાઇ છે
DyCM નીતિન પટેલ વધુમાં જણાવ્યું હતુ કે, આજે રાત્રિ કરફ્યુ અંગે નિર્ણય લેવામાં આવશે. અન્ય પગલાં લેવા મુદ્દે પણ આજે ચર્ચા કરાશે. કોરોના વેક્સિન બાદ પોઝિટિવ થવાનો એકાદ કેસ આવ્યો છે. કેન્દ્ર સરકારે 14.50 લાખ વધુ ડોઝ મોકલ્યા છે.
સુરતમાં એક દિવસમાં 262 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં 209 કેસ નોંધાયા છે.. આ તરફ રાજકોટમાં 95 અને વડોદરામાં 93 કેસ નોંધાયા છે. જ્યારે પાટનગર ગાંધીનગરમાં 18 કેસ, જામનગરમાં 14 કેસ, ભાવનગરમાં 12 કેસ અને જૂનાગઢમાં 9 કેસ નોંધાયા છે. વધતા કેસને પગલે તંત્ર પણ ચિંતિત છે..
24 ડિસે.બાદ એક જ દિવસમાં 205 કેસ નોંધાયા હતા. વધુ 4 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનનો ઉમેરો થયો છે. પશ્ચિમ વિસ્તારમાં કોરોના કેસ વધી રહ્યાં છે.
સુરતમાં યુ.કે અને આફ્રિકન સ્ટ્રેઇનના કેસ જોવા મળી રહ્યા છે. ગઈકાલે 2200થી વધુ વિદ્યાર્થીઓ-શિક્ષકોનું ટેસ્ટિંગ કરાયું હતું. અઠવા અને રાંદેર ઝોનમાં કોરોના સંક્રમણ વધ્યું છે. સુરતમાં ગઈકાલે 262 કોરોના કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.