રાજ્ય સરકારે HCમાં રજુ કર્યું એફિડેવિટ,ખાનગી-સરકારી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા બોર્ડ પર મુકાઈ રહી છે

આજે ગુજરાત HCમાં કોરોના પર સુઓમોટો અરજી મામલે સુનાવણી કરવામાં આવશે. સવારે 11 વાગ્યે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. ગઈકાલે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કર્યું હતું.

સરકારે કહ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના અંગે જાગૃતતા લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. 108 વગર પણ ખાનગી વ્હીકલમાં પણ દર્દીઓએ એડમિટ કરી રહ્યા છે આધારકાર્ડ વગર દર્દીઓની સારવાર થઇ રહી હોવાનો પણ સરકારે દાવો કર્યો.

સરકારે એફિડેવિટમાં કહ્યું હતું કે, ખાનગી-સરકારી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા બોર્ડ પર મુકાઈ રહી છે. આ ઉપરાંત RTPCR ટેસ્ટિંગ વધારી દેવાયાનો પણ સરકારે દાવો કર્યો હતો.

સરકારે કહ્યું હતું કે, વેક્સિનેશન પર ભાર મુકાયો છે. વધુ 4 જગ્યા પર RTPCR ટેસ્ટિંગ ડ્રાઇવ શરુ કરાશે. ઓક્સિજન મુદ્દે સરકારે કહ્યું હતું કે, ઓક્સિજનની અછત દૂર કરવા ક્ષમતા વધારી છે.

  • ખાનગી-સરકારી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા બોર્ડ પર મુકાઈ રહી છે”
  • “RTPCR ટેસ્ટિંગ વધારી દેવાયું હોવાનો સરકારનો દાવો”
  • “ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના અંગે જાગૃતતા લાવવાનો પ્રયાસ”
  • “108 વગર પણ ખાનગી વ્હીકલમાં પણ દર્દીઓએ એડમિટ કરી રહ્યા છે”

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.