રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, શિક્ષકોને મળશે 4200ના ગ્રેડ પે, જૂનો પરિપત્ર કર્યો રદ

રાજ્યમાં લાંબા સમયથી ચાલતા શિક્ષકોના સંઘર્ષનો આજે અંત આવ્યો છે. 4200 ગ્રેડ પે મામલે આંદોલન અને રજૂઆત બાદ શિક્ષકોના ગ્રેડ પેમાં સુધારો કરાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી છે.

4200ના ગ્રેડ પેના મુદ્દે શિક્ષણમંત્રી સાથે મુલાકાત કર્યા બાદ નાયબ મુખ્ય પ્રધાને જાહેરાત કરી હતી, જે અંતર્ગત હવે સ્થગિત કરેલા પરિપત્ર હવે રદ કરવાનો નિર્ણય લીધો છે. આ તમામ કામગીરી એક અઠવાડીયાની અંદર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. શિક્ષકોને નોકરીના વર્ષ પ્રમાણે વધારો કરવામાં આવશે.

મુખ્ય શિક્ષકની ભરતી અને પરિક્ષા બાબતે જે નિર્ણય લેવાયો તેને લઈને જે પ્રશ્નો ઉભા થયા હતા, તેમાં 1.90 લાખ પૈકી 5થી 10 હજાર જે શિક્ષકોની ભરતી 2010 પહેલા થઈ હતી. તેમાં સુધારાનો પરિપત્ર સરકાર દ્વારા થયો હતો.

શિક્ષણ સંઘ દ્વારા શિક્ષણ મંત્રીનું ધ્યાન દોરાયું હતું. 16-7-2020થી શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પરિપત્ર સ્થગિત કર્યો હતો. તે પછી રાજ્યમાં કોરોના મહામારીના વિપરીત સંજોગોમાં તમામ વહિવટી તંત્ર આ કાર્યમાં લાગી ગયું છે.

શિક્ષકો આ સેવામાં જોડાયા છે. જેથી સ્વાભાવિક આ પ્રશ્ન હાથ ઉપર લેવાયો નહોતો. બંને શિક્ષણ સંઘો દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી. રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી.જૂના પરિપત્રો અને પરિક્ષા પદ્ધતિની કામગીરી નાણાવિભાગ, શિક્ષણવિભાગ અને સામાન્ય વિભાગની મીટિંગમાં નિર્ણય લેવાયો છે.

શિક્ષકોના પરિપત્રો સ્થગિત કરવામાં આવ્યા છે તેને રદ કરવાની પ્રક્રિયા શિક્ષણ અને નાણા વિભાગના પરામર્શમાં લઈને ઝડપી પૂર્ણ કરવામાં આવશે. બંને શિક્ષણ વિભાગના પ્રમુખોને આમંત્રણ આપી દિગ્વિજયસિંહ જાડેજા અને ભીખાભાઈ પટેલ અને સરદારસિંહ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત હતા. લાંબી ચર્ચાવિચારણા બાદ તેમના પ્રશ્નોની રજૂઆતો કરી. તમામ ચર્ચા વિચારણા બાદ ગઈકાલે નિર્ણય થયા પ્રમાણે વહિવટી પ્રક્રિયા પૂર્ણ કરી 16-7-2020થી જે ઠરાવ સ્થગિત હતો તે રદ કરાયો છે.

9 વર્ષ પૂર્ણ કરનાર શિક્ષકોને 4200 ગ્રેડ પેનો લાભ મળશે
શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ આવ્યા બાદ 9 વર્ષ પૂર્ણ કરનાર શિક્ષકોને 4200 ગ્રેડ પેનો લાભ મળશે. જેનો રાજ્યના 65000 શિક્ષકોને લાભ મળશે. મહત્વનું છે કે, 4200 ગ્રેડ પે મામલે જૂના ઠરાવને સ્થગિત કર્યો હતો તે ઠરાવને રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાથમિકશાળાના શિક્ષકોને મળતો 4200 ગ્રેડ પે ઘટાડીને 2800 કરી દેવામાં આવ્યો હતો. જેને લઇને વિરોધ શરૂ થયો હતો. ત્યારે હવે આ 4200 ગ્રેડ પે મામલે જૂનો પરિપત્ર રદ્દ કરાયો છે.

હવે પ્રમોશન માટે કોઈ પરીક્ષા લેવાની નહીં રહે: DyCM
હવે પ્રમોશન માટે કોઈ પરીક્ષા લેવાની નહીં રહે. નાણા, શિક્ષણ અને સામાન્ય વહીવટ વિભાગ સાથે પરામર્શ કર્યુ હતું. 4200 ગ્રેડ પે મામલે વારંવાર રજૂઆતો થઈ હતી. શિક્ષણ સંઘોએ CM સમક્ષ રજૂઆતો કરી હતી. 2019ના ઠરાવથી ઉભા થયેલા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. મહત્વનું છે કે, આનાથી પ્રાથમિક શાળાના શિક્ષકોને લાભ મળશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.