રાજ્ય સરકારે ખેડૂતોને આપી સૌથી મોટી રાહત, હવે પાક વીમાથી મળી શકે છે મુક્તિ!

youtube.com

હાલ રાજ્યભરનાં ખેડૂતોમાં પાક વીમાને લઈ ભારોભાર રોષ ફેલાયેલો છે. પાક વીમાના પૈસા ભર્યા હોવા છતાં આજે પાક વીમા માટે ખેડૂતો વલખાં મારી રહ્યા છે. પાક વીમાની કંપનીઓ ફોન ઉઠાવતી નથીની બૂમો ખેડૂતો મચાવી રહ્યા છે. તો હવે ખેડૂતોને પાક વીમાથી મુક્તિ મળી શકે છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને પાક વીમો મરજિયાત કરવાની રજૂઆત કરી હતી. જેને કેન્દ્ર સરકારની સબ કમિટીએ મંજૂર કરી દીધી છે.

પાક વીમાના ધાંધિયાને કારણે ખેડૂતોની પરેશાનીને જોતાં રાજ્ય સરકારે કેન્દ્રને રજૂઆત કરી હતી કે, પાક વીમાને ફરજિયાત નહીં પણ મરજિયાત કરવામાં આવે. રાજ્ય સરકારની આ રજૂઆત પર કેન્દ્ર સરકારની સબ કમિટીએ ચર્ચા વિચારણા કરી હતી. અને આ રજૂઆતને કેન્દ્ર સરકારની સબ કમિટીએ મંજૂરી આપી દીધી હતી. હવે આ રજૂઆતને કેન્દ્રીય કેબિનેટમાં મૂકવામાં આવશે. અને કેન્દ્રીય કેબિનેટમાં પણ આ મામલે ખેડૂતોનાં પક્ષમાં નિર્ણય આવશે તેવી આશા છે.

આ નિર્ણયને ખેડૂતોએ આવકાર્યો છે. સાથે સરકારને આડે હાથ પણ લીધી છે. ખેડૂતોએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષથી આ વીમા કંપનીઓ ખેડૂતો પાસે પાક વીમો ઉતરાવે છે અને વીમા કંપનીએ રાજ્ય સરકાર પાસે રૂપિયા ખંખેરી લીધા છે. હવે જયારે ખેડૂતોને વીમા કંપની દ્વારા ચૂકવણું કરવાનો વારો આવ્યો છે અને ખેડૂત જાગૃત બન્યા છે ત્યારે આ સરકારને ખેડૂતોનાં ચુકવણા કરવામાં ડરી રહી હોય તેવું લાગી રહ્યું છે તેમ જામનગરના ખેડૂતોએ રાજ્ય સરકાર તરફ આક્ષેપો કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.