રાજ્યમાં ઠંડીનો ચમકારો વધતા કોરોનાનો પ્રસાર પણ વધ્યો, આજે નોંધાયા 1046 કેસ

રાજ્યમાં જેમ-જેમ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તેમ-તેમ કોરોનાનો પ્રસાર પણ વધી રહ્યો છે. રાજ્યમાં વચ્ચે થોડા દિવસ કોરોનાની રફ્તાવ ઘટી હતી. દરરોજ નોંધાતા પોઝિટિવ કેસોની સંખ્યા 1 હજારની નીચે રહેતી હતી પરંતુ તે બાદ હવે રાજ્યમાં કોરોના માથું ઉંચકતું હોય તેમ ધીમે-ધીમે કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કોરોનાના પોઝિટિવ કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા.

રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1046 નવા કેસ નોંધાયા છે. જેની સામે 931 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 05 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3,756 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ 1,63,777 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.

આજે સમગ્ર ગુજરાતમાં કુલ 51,761 ટેસ્ટ કરવામાં આવ્યા છે તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 64,16,936 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 4,99,246 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 4,99,163 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે તો 83 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

આજે નોંધાયેલા કુલ 1046 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 157 અને જિલ્લામાં 35 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 161 અને જિલ્લામાં 21 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 82 અને જિલ્લામાં 38 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 75 અને જિલ્લામાં 38 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 71 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 12,075 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1,63,777 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3756 થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 91.15% છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.