રાજ્યનાં વિશેષ દરજ્જાને પુનસ્થાપિત કરવા માટે કોઇ પણ હદ સુધી સંઘર્ષ કરતી રહીશ: મહેબૂબા મુફ્તી

કલમ 370 પુનસ્થાપિત સ્થાપિત ન થાય ત્યાં સુધી તિરંગાને હાથ પણ નહીં લગાવવાનાં વિવાદિત નિવેદનો આપીને દેશભરમાં  ટીકાનો સામનો  કરી રહેલી પીડીપીની અધ્યક્ષા મહેબુબા મુફ્તી શું હવે કાશ્મિરનાં નામ પર ત્યાનાં લોકોને ઉશ્કેરી રહી છે, શું મહેબુબા યુવાનોને ઉશ્કેરી રહી છે, આ તમામ બાબતો તેમના નિવેદનો અને ભાષણોથી સ્પષ્ટ થાય છે.

પીડીપી પ્રમુખે મંગળવારે કહ્યું કે તે જમ્મુ-કાશ્મિરનાં યુવાનોનાં ભવિષ્યનું રક્ષણ કરવા માટે રાજ્યનાં વિશેષ દરજ્જાને પુનસ્થાપિત કરવા માટે કોઇ પણ હદ સુધી સંઘર્ષ કરતી રહેશે.

પીડીપીનાં ચુવા એકમ દ્વારા આયોજીત કાર્યક્રમ બાદ મહેબુબાે કહ્યું આપણે આપણું જીવન આપ્યું, હવે આપણે યુવાનો અને તેમના બાળકો અંગે વિચારવું પડશે, આપણા યુવાનોનાં ભવિષ્યનાં સંરક્ષણ માટે અમે તેનાં માટે  કોઇ પણ હદ સુધી જઇ શકીએ છિએ.

પુર્વ મુખ્યપ્રધાન મહેબુબાએ કહ્યું કે ભુતકાળમાં તેમની પાર્ટીએ પોલીસની કથિત હેરાનગતિ વિરૂધ્ધ લડાઇ લડી હતી અને આતંકવાદીઓનું આત્મસમર્પણ કરાવ્યું હતું, પરંતું હવે પાર્ટી જમ્મુ-કાશ્મિરનાં ખાસ દરજ્જાને પુનસ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

તેમણે કહ્યું આ સંઘર્ષમાં તે યુવાનોની સાથે  છે અને તેમનું સમર્થન અને  તેમને પ્રોત્સાહિત કરતા રહેશે, મહેબુબાએ કહ્યું મુફ્તી મોહમ્મદ સઇદનું આ સપનું હતું કે જમ્મુ-કાશ્મિર ભારત અને તેના પાડોશીઓ વચ્ચે એક પુલ હોવો જોઇએ, કેન્દ્રએ અંતે આ સિધ્ધાતનું સમર્થન કરવું પડશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.