દિવાળી બાદ રાજ્યમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1560 નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 16 લોકોના મોત થયા છે. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3922 પર પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ 14529 એક્ટિવ કેસ છે, જ્યારે કુલ 185058 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 92 દર્દી વેન્ટીલેટર પર છે અને 14439 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 203509 પર પહોંચી છે.
અમદાવાદ કોર્પોરેશનમાં 337, સુરત કોર્પોરેશનમાં 231, વડોદરા કોર્પોરેશનમાં 140, રાજકોટ કોર્પોરેશનમાં 87, પાટણ 64, સુરત 58, રાજકોટ 51, બનાસકાંઠા 41, મહેસાણા 40, વડોદરા 40, ગાંધીનગર 36, ગાંધીનગર કોર્પોરેશનમાં 34, પંચમહાલ 29,આણંદ 28, ખેડા 28, જામનગર કોર્પોરેશન 27, મહિસાગર 26, અમદાવાદ 24 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં આજે કુલ 1302 દર્દી સાજા થયા હતા અને 70820 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 7551609 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.93 ટકા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.