રાજ્યમાં રિકવરી રેટમાં ઘટાડો,અમદાવાદમાં સૌથી વધુ 66551 એક્ટિવ કેસ

ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર કોહરામ મચાવી રહી છે. રાજ્યમાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે આંશિક રાહત કહી શકાય કે એપ્રિલના અંતમાં કોરોના વાયરસ જે ઝડપે વધી રહ્યો હતો તેની ગતિ થોડી મંદ પડી છે, આટલું જ નહીં મે મહિનાના પહેલા જ દિવસે જે નવા આંકડા સામે આવ્યા તેમાં કોરોના વાયરસના નવા કેસમાં રાહત મળી છે

રાજ્યમાં હાલમાં 1 લાખ 42 હજાર 139 એક્ટિવ કેસ છે જેમાં સૌથી વધારે એક્ટિવ કેસ અમદાવાદમાં છે. અમદાવાદમાં જ્યાં 66 હજારથી વધારે કોરોના સંક્રમિત હાલમાં સારવાર હેઠળ છે ત્યારે સુરતમાં પણ એક્ટિવ કેસનો આંક ખૂબ મોટો છે, સુરતમાં 21 હજારથી વધારે દર્દીઓ હાલમાં કોરોના વાયરસથી સંક્રમિત છે.

ત્યારે આજે પણ 13847 કેસ સામે આવ્યા છે. જોકે રાહતની વાત કહી શકાય કે 10582 દર્દીઓ રિકવર થઈ ગયા છે. જોકે ચિંતાની વાત છે કે ગુજરાતમાં મોતની સંખ્યા હજુ પણ વધુ છે, એક જ દિવસમાં 172 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં આજે 4980 કેસ નોંધાયા છે, મહત્વનું છે કે અહીં અગાઉના સમય કરતાં આંશિક ઘટાડો નોંધાયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.