અમદાવાદ સહિત રાજ્યભરમાં ગાત્રો થીજવતી ઠંડીનો પ્રકોપ આજે પણ યથાવત્ રહ્યો હતો.
અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન ૧૦.૯ ડિગ્રી નોધાયુ હતુ.
કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન ૩.૫ ડિગ્રી નોધાતાં રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતુ. આ સિવાય અન્ય શહેરોમા ડીસામાં લઘુત્તમ તાપમાન ૯ ડિગ્રી, ગાંધીનગરમાં ૮.૫ ડિગ્રી, વડોદરામાં ૯.૮ ડિગ્રી, પોરબંદરમાં ૯.૬ ડિગ્રી, કેશોદમાં ૭.૩ ડિગ્રી અને કંડલા એરપોર્ટમાં ૮ ડિગ્રી તાપમાન નોધાયું હતુ. હજુ બે દિવસ સૌરાષ્ટ્રના જુનાગઢ અને પોરબંદરમાં તેમજ કચ્છના નલિયામાં કોલ્ડવેવની અસર રહેશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.
રાજ્યભરના ઘણા વિસ્તારોમાં ઠંડીનો માહોલ યથાવત જ જોવા માં
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.