રાજયમાં આગામી 23 માર્ચ સુધી, વાતાવરણ પલટો આવવાની,હવામાન ખાતાએ કરી છે આગાહી

ગુજરાતમાં આગામી 23 માર્ચ સુધી એટલે કે બે દિવસમાં વાતાવરણ પલટો આવવાની હવામાન ખાતાની આગાહી છે. ત્યારે આજે વહેલી સવારથી જ સુરત (Surat) જિલ્લાના બારડોલી  સહિત આસપાસના વિસ્તારમાં વાતાવરણ બદલાયુ છે.

વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયુ છે જેના કારમે વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો છે. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામને કરવો પડી રહ્યો છે.

 હવામાન વિભાગે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં વરસાદની આગાહી સાથે જ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અનેક વિસ્તારમાં આગામી બે દિવસમાં કાળઝાળ ગરમીની પણ આગાહી કરી છે. હવામાન વિભાગના મતે ગુજરાત સિવાય દિલ્હી, હરિયાણા, પંજાબમાં પણ કમોસમી વરસી શકે છે.
હવામાન વિભાગે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં વરસાદની આગાહી સાથે જ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અનેક વિસ્તારમાં આગામી બે દિવસમાં કાળઝાળ ગરમીની પણ આગાહી કરી છે
તારીખ 21થી 23 માર્ચ દરમિયાન ઉત્તરીય પર્વતીય પ્રદેશો પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશના કેટલાંક ભાગ તેમજ કચ્છ, ગુજરાતના વિવિધ ભાગોમાં ધુળકણ સાથે કમોસમી વરસાદ કે કરા પડવાની શક્યતા છે. આ દરમિયાન દક્ષિણ ભારતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધી રહેશે. તમિલનાડું, કર્ણાટક, દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.