રાજ્યમાં અતિવૃષ્ટિને લઇને CM રૂપાણીએ આપ્યું આ નિવેદન

રાજ્યમાં પડેલા 100 ટકાથી વધારે વરસાદ પર લીલા દૂષ્કાળ પર પૂછવામાં આવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જવાબ આપતા કહ્યું કે ભગવાનની કૃપાથી રાજ્યમાં સારો વરસાદ થયો છે. જ્યારે સચિવાલયમાં પેન્ડિંગ ફાઇલ મુદ્દે સીએમ વિજય રૂપાણીએ આકરું વલણ અપનાવ્યું છે.

રાજ્યમાં લીલા દુષ્કાળ મામલે સીએમ રૂપાણીની પ્રતિક્રિયા

રાજ્યમાં ભારે વરસાદ થતાં લીલા દુષ્કાળની સ્થિતિને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે કે, હાલ ગુજરાતમાં લીલો દુષ્કાળ નથી. આ સીઝનમાં ભગવાનની કૃપાથી સારો વરસાદ થયો છે. આ વર્ષે રાજ્યમાં 125 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જો કે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પાકને પણ નુકસાન જોવા મળ્યું છે.

સચિવાલયમાં પેન્ડિંગ ફાઇલ મુદ્દે સીએમ રૂપાણીનું આકરું વલણ

ગાંધીનગર સચિવાલયમાં પેન્ડિંગ ફાઇલ મુદ્દે સીએમ વિજય રૂપાણીએ આકરું વલણ અપનાવ્યું છે. મહેસૂલ અને નાણા વિભાગમાં હાલ ફાઇલોના ઢગલા છે. ત્યારે હવે ફાઇલ પેન્ડિંગ હશે તો અધિકારીએ જવાબ આપવો પડશે. તંત્રને ઝડપી અને વેગવંતુ બનાવવા સીએમ રૂપાણીએ આદેશ આપ્યા છે. ફાઇલ પેન્ડિંગ રહેતા લોકોના કામ નથી થતાં અને અધિકારીઓ કારણ વગર ફાઇલો દબાવી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.