રાજ્યમાં કોરોનાના કારણે, અત્યાર સુધીમાં કુલ 4800 દર્દીઓનાં, થયા છે મોત

રાજ્યમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ 4800 દર્દીઓનાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 5469 કેસો નોંધાયા છે. જ્યારે વધુ 54 દર્દીઓનાં મોત થયાં છે. એકલા અમદાવાદ શહેરમાં 19 દર્દીઓનાં મોત થયાં છે.

અમદાવાદ અને સુરતમાં કોરોનાનું સંક્રમણ ભયાનક રીતે આગળ વધી રહ્યું છે. આજે રાત્રે ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 5469 કેસો નોંધાયા છે.

નવા 5469 પૈકી રાજ્યમાં અમદાવાદ શહેરમાં 1504, સુરત શહેરમાં 1087, રાજકોટ શહેરમાં 405, વડોદરા શહેરમાં 277, જામનગર શહેરમાં 189, ભાવનગર શહેરમાં 68, ગાંધીનગર શહેરમાં 45, અને જુનાગઢ શહેરમાં 42 કેસો નોંધાયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 80, 55, 986 વ્યકિત્તઓના પ્રથમ ડોઝનું અને 10,67,733 વ્યકિત્તઓને બીજો ડોઝ અપાઇ ચૂક્યો છે.આમ કુલ 91,23,719 વ્યકિત્તઓને ડોઝ અપાયા છે. આજે 45થી 60 વર્ષના લોકો માટે 1,78,151 લોકોને પ્રથમ ડોઝનું અને 34,452 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરાયુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.