રાજ્યમાં ખુબ જ ચર્ચાસ્પદ વેવાઇ અને વેવાણ કયા કારણોથી ડરીને ભાગેલા, આવી હકીકત સામે

રાજ્યમાં ખુબ જ ચર્ચાસ્પદ વેવાઇ અને વેવાણ કઇ બીકને કારણે તેઓ ભાગી ગયા હતા તે અંગે મોટો ખુલાસો થયો છે. મહત્વનું છે કે, 16 દિવસ સુધી નાસતા ફરતા વેવાઇ વેવાણ ગત રવિવારે રાતે પાછા ફર્યા હતા. સુરતમાં રવિવારે મોડીરાત્રે વેવાણ વિજલપોર પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા, જ્યાં તેમણે પોતાની ભુલ થઇ હોવાનું નિવેદન આપ્યું હતું. હું મારી મરજીથી ગઈ હતી અને મરજીથી આવી છું. મને કોઈએ દબાણ કર્યું નથી. મારે લાંબુ કંઈ કરવું નથી. ત્યારબાદ સુરતમાં વેવાણ બાદ વેવાઈ પણ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. સોશિયલ મીડીયાના કારણે ભારે ચર્ચાસ્પદ બનેલા વેવાઇ-વેવણ પ્રેમ પ્રકરણનો અંત આવ્યો હતો. ભાગી ગયેલુ આ યુગલ 16 દિવસ બાદ પોલીસ સમક્ષ હાજર થયું અને સંતાનોના ભવિષ્યને ધ્યાને રાખી પોતાના સબંધ ઉપર પૂર્ણ વિરામ મૂકાનું નક્કી કર્યાનું નિવેદન નોંધાવ્યું હતું. લગ્ન અગાઉથી સબંધ અને કયા સંજોગોમાં ભાગ્યા એની વિગતો તેમણે પોલીસને જણાવી હતી. વેવાઈ વેવાણ પોતાના ઘરેથી ભાગીને ઉજ્જૈન પહોંચી 16 દિવસ ગેસ્ટ હાઉસમાં રહ્યાં હતા. જોકે, તેમણે ત્યાંથી ફોન કર્યા હતા. જેથી તેમના લોકેશનના આધારે તેઓના તાડ મળ્યા હતા.

વેવાઈએ કર્યા ચોંકવનારો ખુલાસાઓ..
આ અંગે સોશિયલ મીડીયામાં પણ ભારે ચર્ચાઓ ચાલી હતી. પોલીસ તપાસ દરમિયાન ઉજ્જૈનથી મળી આવેલ આ પ્રેમી પંખીડાઓએ કડોદરા અને ગેસ્ટ હાઇસમાંથી પકડાયેલા વેવાઈએ કડોદરા પોલીસ મથકે પોતાનુ નિવેદન આપ્યુ હતુ. જેમાં આ પ્રેમપ્રકરણની વાતો બહાર આવી હતી. સુરતના અમરોલી વિસ્તારમાં રહેતાં વેવાઈ કે જેઓ ટેલરીંગનો ધંધો કરી ગુજરાન ચલાવતા હતા. વેવાઈ 25 વર્ષ પહેલા પોતાના પિતા સાથે કતાર ગામ રહેતા હતા. ત્યારે ત્યાં રહેતા વેવાણ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. અને અવારનવાર તેઓ મળતા પણ હતા. ત્યારબાદ સમય જતા વેવાણના લગ્ન નવસારી ખાતે થઇ ગયા હતા. ત્યારબાદ ફરીથી એક પ્રસંગમાં બંન્ને મળ્યા હતા જે બાદ ફરીથી તેઓ અવારનવાર વાતો અને મળતા થયા હતાં. આ દરમિયાન તેમના દીકરા-દીકરીની સગાઈ પણ થઇ ગઇ હતી. આ યુગલ પોત પોતાની ગૃહસ્થ જીંદગી જીવી રહ્યા હતા. આ દરમિયાન વેવાઈના મામાના દીકરાના લગ્ન પ્રસંગમાં બન્ને ફરી મળ્યા હતા. હસી મજાકથી શરૂ થયેલી વાતોમાં જુના સંબંધો વાગોળાયા, પ્રેમ અને છાનપગતિયા તાજા થયા. મરજી વિરૃધ્ધના લગ્નના કારણે હૃદયના કોઇ ખૂણે ધરબાઇ ગયેલી લાગણીઓ પુનઃ જીવંત થઇ હતી. બંને ફરી એકબીજા સાથે પ્રેમગોષ્ઠી કરવા માંડ્યા હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.