રાજ્યમાં દારૂની મંજૂરીની અરજીઓમાં વધારો ,દારૂની મંજૂરી માંગતી અરજીઓ 3 વર્ષમાં બમણી થઇ

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવારનવાર ગેરકાયદે દારૂનો જથ્થો ઝડપાય છે. મહિલા દિવસ નિમિત્તે દારૂબંધી મુદ્દે વિધાનસભા ગૃહમાં CM રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, દારૂના વેચાણને ગુજરાતમાં કોઈપણ કાળે છૂટ આપી શકાય નહીં. દારૂની છૂટને કારણે મહિલાઓની સુરક્ષા ખતરામાં આવશે. CM રૂપાણીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, આજે મહિલાઓ ગુજરાતમાં રાત્રે સ્કૂટર લઈને નીકળી શકે છે

દારૂની મંજૂરી માંગતી અરજીઓ 3 વર્ષમાં બમણી થઇ ગઈ છે. વર્ષ 2019-20માં 3,587 અરજીઓને મંજૂરી અપાઈ હતી. વર્ષ 2017-18માં 1717 અરજીઓને મંજૂરી અપાઈ હતી. સ્વાસ્થ્યના કારણોસર સૌથી વધુ અરજીઓ કરવામાં આવે છે. વર્ષ 2019-20માં 10,189 જૂની મંજૂરીઓ રિન્યુ પણ કરવામાં આવી છે.

અને સાથે દારૂમાંથી થતી આવકને પણ જતી કરવામાં આવે છે. જે સમાજ માટે પણ એક સારી બાબત છે. પરંતુ સરકાર દ્વારા કાયદાકીય રીતે જે મંજૂરી આપવામાં આવે છે. તેમાંથી તો સરકારને આવક થાય જ છે. દારૂની મંજૂરીથી રાજ્ય સરકારને રૂ.19.07 કરોડની આવક થઇ છે. છેલ્લા દોઢ વર્ષમાં રૂ.215 કરોડનો દારૂ ઝડપાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.