મંગળવારે મોડી રાત્રે રાજ્યના,અલગ-અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે,વરસાદ પડયો હોવાના,મળી રહ્યા છે અહેવાલો

ભર ઉનાળે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મંગળવારે મોડી રાત્રે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે એકાએક વાતાવરણ બદલતા કમોસમી વરસાદ પડતાં લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. મંગળવારે મોડી રાત્રે અમરેલી, પંચમહાલ, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા જેવા અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો.

રિપોર્ટ અનુસાર મંગળવારે મોડી રાત્રે રાજ્યના કેટલાક વિસ્તારના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો હતો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારે વરસાદ નોંધાયો હતો. ભાવનગરના મહુવા, તળાજા હાઇ-વે પર આવેલા લોંગડી ગામમાં આકાશમાંથી માછલીઓનો વરસાદ થતાં લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા.

આ સમગ્ર મામલે ગામના એક આગેવાને જણાવ્યું હતું કે, આકાશમાંથી વાદળો છવાતા અચાનક માછલીઓ પડવા લાગી હતી અને મૃત માછલીઓ કરાની જેમ પડતા લોકો ટોળે વળીને જોવા લાગ્યા હતા

સાબરકાંઠાની વાત કરવામાં આવે તો સાબરકાંઠામાં પણ મોડી રાત્રે વરસાદ નોંધાયો હતો અને સામાન્ય પવનના કારણે વાતાવરણ ધૂળિયું બન્યુ હતું, બીજી તરફ ખેડૂતોના ખેતરમાં ઘઉંનો પાક ઊભો હોવાના કારણે ખેડૂતોને ચિંતા સતાવી રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.