ગુજરાત સરકારમાં કમણી અને નુકસાન કરતા ૯૪ જેટલા બોર્ડ, કોર્પોરેશન અને નિગમો- PSU છે. આ જાહેર સહાસોના વહિવટી સંચાલનમાં IAS ઓફિસરો મનફાવે તેમ કર્મચારીઓની સેવાઓ, યોજનાઓનો અમલ- સંચાલન કરતા હોવાની વર્ષો જુની ફરિયાદો છે.
રાજ્યના નાણા વિભાગે ૧લી એપ્રિલથી PSU રિપોર્ટિંગ ઓપોર્ચ્યુનિટી એન્ડ ફેસિલેશન- (PROOF) પ્રુફ સિસ્ટમને અમલમાં મુકવાની જાહેરાત કરી છે.
ગુજરાતમાં નાણા વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં જાહેર સાહસોની વિવિધ નાણાકીય બાબતોને આવરી લઈને માહિતીના એકત્રીકરણ કરવા તેમજ વિવિધ વિશ્લેષ્ણાત્મક રિપોર્ટ્સ મેળવવા આ સોફ્ટવેરના અમલ સંદર્ભે તાજેતરમાં જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને પ્રુફનો અમલ નવા નાણાકિય વર્ષથી કરવાનો નિર્ણય લેવાયો હતો. આ સંદર્ભે નાણા વિભાગના નાયબ સચિવ સપના રણાની સહિથી એક ઠરાવ પણ પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકાર પાસે પોતાની યોજનાઓના સંચાલનથી લઈને ઉર્જા, પેટ્રો કેમિકલ્સ અને પ્રવાસ ઉદ્યોગ જેવા ક્ષેત્રેનોને પ્રોત્સાહન આપવા, આવક મેળવવા તેમજ નાગરીકોને સહાયભૂત થવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ, શ્રમયોગી કલ્યાણ બોર્ડ, પછાત વર્ગોના કલ્યાણ માટેનુ નિગમ, GSFC, GSPC, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન જેવા અનેક જાહેર સાહસો છે.
૧લી એપ્રિલથી આવા તમામ ૯૪ સાહસોને બોર્ડ, નિગમના કર્મચારીઓની સેવા વિષયક બાબતોની દરખાસ્તો, વિવિધ યોજના હેઠળ મંજૂર થતા લોનના વ્યાજ દર બાબત, ફાઈનાન્સ એકાઉન્ટસના સ્ટેટમેન્ટ નં.૧૪ની માહિતી, શેર સર્ટિફિકેટ્સ, ડિવિડન્ડ, કસ્ટોડિયન સહિત જેમાં નાણા વિભાગની મંજૂરી અનિવાર્ય હોય
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.