રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં રાજ્યની રાજનીતિમાં ભૂકંપ આવી શકે છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની કૉંગ્રેસમાં ફરી થઈ શકે છે ઘરવાપસી.
શંકરસિંહ બાપુ આજે સવારથી તેમના નિવાસસ્થાને હાજર નથી ત્યારે કૉંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા આ અંગે જાહેરાત થઈ શકે છે તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ પ્રકારે ફાયદો ન થાય તેની ચોક્કસાઈ બાપુ દ્વારા રાખવામાં આવી હોવાનું રાજકીય નિષ્ણાતો જણાવી રહ્યા છે. દરમિયાન બાપુ જ્યારે ખેડૂત આંદોલનના સમર્થનમાં દિલ્હી ગયા હતા ત્યારે બંધ બારણે કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે તેમની મુલાકાત થઈ હોવાની માહિતી સામે આવી છે.
કૉંગ્રેસમાં અહમદ પટેલના નિધનથી રાજકીય ક્ષેત્રે એક સ્ટ્રેટેજિક શૂન્યવકાશ જરૂરથી પડ્યો છે ત્યારે બાપુ માટે આ રોલ બરાબર ફીટ બેસે છે.
કૉંગ્રેસ પક્ષના ચાણક્ય કહેવાતા અહેમદ પટેલના નિધનથી કૉંગ્રેસ માટે એક દિગ્ગજ નેતાની ખોટ પડી છે. દરમિયાન સૂત્રોના જણાવ્યા મુજબ બાપુ માટે કૉંગ્રેસમાં અહેમદ પટેલના કારણે સમસ્યા સર્જાઈ હતી તેવી પણ એક સ્તરે ચર્ચા હતી ત્યારે હવે અહેમદ પટેલ નથી ત્યારે જો બાપુ કૉંગ્રેસમાં જોડાય તો શું બાપુ કૉંગ્રેસના નવા ચાણક્ય બની શકે?
અબડાસા બેઠક પર તો બાપુ સમર્થિત ઉમેદવાર હનીફને કૉંગ્રેસના ઉમેદવાર કરતા વધુ મત મળ્યા હતા ત્યારે જો બાપુ કૉંગ્રેસમાં ન જોડાય તો આગામી વિધાનસભાની ચૂંટણી અને તાજેરમાંજ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બાપુના ઉમેદવારો કૉંગ્રેસનો રકાશ કાઢે તેમાં બે મત નથી. આથી આ પહેલાં બાપુ માટે કૉંગ્રેસ દરવાજા ખોલે તો નવાઈ નહીં
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.