પણજીઃ કાશ્મીરના રાજ્યપાલ રહી ચુકેલા સત્યપાલ મલિકે ગુરુવારે કહ્યું કે, જુની યાદો હજુ સુધી દિલમાંથી ગઈ નથી. હું કાશ્મીરથી માત્ર 3 સપ્તાહ પહેલા જ ગોવા આવ્યો છું. મારી કાશ્મીરની ખુમારી હજુ સુધી ઓછી થઈ નથી. મલિકની 25 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીરથી ગોવામાં નિમણૂંક કરવામાં આવી હતી.
મલિક ઈન્ટરનેશલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)ના 50માં સમારોહને સંબોધતા કહ્યું કે,‘જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 ખતમ થયા બાદ એક પણ જીવ ગયો નથી. 5 ઓગસ્ટે પોલીસે એક પણ ગોળી ચલાવી નથી ’ આ પહેલા ઘણી વખત ગૃહમંત્રી અમિત શાહ પણ કહી ચુક્યા છે કે અનુચ્છેદ 370 ખતમ થયા બાદથી જમ્મુ-કાશ્મીરમાં કોઈ નુકસાન થયું નથી.
આ વર્ષે 5 ઓગસ્ટે કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને ખતમ કર્યો હતો. આ દરમિયાન મલિક રાજ્યના ગવર્નર હતા. કેન્દ્રએ જમ્મુ કાશ્મીર અને લદ્દાખને અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાયો, આ નિર્ણય 31 ઓક્ટોબરે લાગુ કરાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.