રાજ્યપાલ સાથે મુલાકાત બાદ સંજય રાઉતે કરી પ્રેસ કૉન્ફરન્સ, મુખ્યમંત્રી પદનો સવાલ પૂછતાં કહ્યું આવું

મહારાષ્ટ્રમાં રાજનીતિક ગતિરોધ યથાવત છે ત્યારે સરકાર બનવાની પરિસ્થિતિ હજુ સુધી સ્પષ્ટ થઈ નથી.ભાજપ અને શિવસેના વચ્ચે ઘમાસાણ ચરમસીમા પર છે. શિવસેના નેતા સંજય રાઉત મહારાષ્ટ્રનાં રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. 

રાજ્યપાલ સાથેની બેઠક બાદ શિવસેના નેતા સંજય રાઉતે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પ્રતિનિધી તરીકે મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી.

રાજ્યપાલ સાથેની મુલાકાતમાં તેમણે મહારાષ્ટ્રના રાજકારણની પ્રવર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી. તેમણે કહ્યું કે, આ એક સામાન્ય મુલાકાત હતી, અમે ઇચ્છીએ છીએ કે મહારાષ્ટ્રમાં ઝડપખી સરકારની રચના થાય. જો કે, સંજય રાઉત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના સવાલનો ઉત્તર આપ્યા વગર જ ચાલી નીકળ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.