દેશની સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો શુક્રવારે આપ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, સરકારી નોકરીમાં તેમજ પ્રમોશનમાં અનામતનો લાભ આપવા માટે રાજ્ય સરકાર બંધાયેલી નથી. કારણ કે આ કોઈ મૌલિક અધિકાર નથી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને અનામત કોટા જાહેર કરવા માટે મજબુર કરી શકાય એમ નથી. આ ઉપરાંત જે-તે રાજ્યને સાર્વજનિક સેવામાં કેટલાક વર્ગના પ્રતિનિધિત્વમાં અસંતુલન દાખવ્યા વગર જોગવાઈનો અમલ કરવા માટે ફરજ ન પાડી શકાય.
નોકરી તથા પ્રમોશનમાં અનામતના લાભ માટે કરવામાં આવેલી એક અરજીના ચુકાદામાં કોર્ટે કહ્યું હતું કે, આ કોઈ મૌલિક અધિકાર નથી. ઉત્તરાખંડ રાજ્ય સરકાર વિભાગમાં સિવિલ ક્ષેત્રે પ્રમોશન માટે અનુસૂચિત જાતિ/જનજાતિ વર્ગના સભ્ય માટે અનામતનો લાભ આપવા આ અરજી થઈ હતી. આ પ્રકારના દાવા માટે રાજ્ય સરકારને ફરજિયાત પણાના આદેશ આપી શકાય એમ નથી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ નાગેશ્વર રાવ અને હેમંત ગુપ્તાની બેંચે ગત તા. 7 ફેબ્રુઆરીના રોજ આપેલા એક ચૂકાદામાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સરકારી નોકરી કે પ્રમોશનમાં અનામતનો લાભ આપવા માટે બંધાયેલી નથી. એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ રાજ્યની સરકારને અનામતનો લાભ આપવા માટે કોઈ પ્રકારના આદેશ આપવામાં આવ્યા નથી. તેમજ આદેશ કરી શકાય એમ પણ નથી.
કોઈ વ્યક્તિ તરફથી સરકારી નોકરી કે પ્રમોશનમાં અનામતના લાભ માટેનો દાવો કરવો એ કોઈ મૌલિક અધિકાર નથી. સુપ્રીમ કોર્ટે જે તે રાજ્યને આ પ્રકારનો કોઈ આદેશ આપતી નથી. ઉત્તરાખંડ હાઈકોર્ટે વર્ષ 2012માં આ કેસ પર સુનાવણી કરી હતી. જેમાં રાજ્ય સરકારને પ્રમોશનમાં અનામતના લાભ માટે ક્વોન્ટિટીવ ડેટા ભેગો કરવા માટે આદેશ કર્યા હતા. જેથી જાણી શકાય કે, રાજ્યમાં અનુસુચિત જાતિ/જનજાતિનું પ્રતિનિત્વ છે કે નહીં. પરંતુ, શુક્રવારે આ અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રાજ્યની સરકાર આ અંગે પોતાની વિવેકબુદ્ધિથી નિર્ણય કરી શકે છે. ઉત્તરખંડ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેની સામે સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.