રાજ્ય સરકારના કર્મચારીઓને દિવાળી ભેટ; મોંઘવારી ભથ્થું ચુકવશે સરકાર, વર્ગ-4ના કર્મચારીઓને મળશે બોનસ

દિવાળીના તહેવારો પહેલા રાજ્ય સરકારે કર્મચારીઓને ભેટ આપી છે. રાજ્ય સરકારે કર્મચારીઓ અને અધિકારીઓ સહિત સરકારની ગ્રાન્ટ હાંસલ કરતા સંસ્થાના કર્મચારીઓને બાકી રહેલું મોંઘવારી ભથ્થું આપવાની જાહેરાત કરી છે.

DyCM નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે 01 સપ્ટેમ્બર 2019 થી 06 માસનું મોંઘવારી ભથ્થું ચૂકવવાનું હતું પરંતુ કોરોનાને કારણે સરકારની આવકમાં ઘટાડો થતાં સરકારે ભથ્થું આપવાનું મુલતવી રાખ્યું. પરંતુ હવે તમામ પ્રવૃતિઓ પુનઃ શરૂ થઇ જતાં રાજ્ય સરકારની આવકમાં વધારો થયો છે.

નીતિન પટેલે જણાવ્યું કે, સરકારી કર્મચારીઓને કુલ 06 મહિનાનું મોંઘવારી ભથ્થું ચૂકવવાનું બાકી હતું. જે પૈકી હાલ 03 મહિનાનું મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. બીજી તરફ રાજ્ય સરકારે વર્ગ-4ના કર્મચારીઓને પણ 3,500 સુધીનું બોનસ આપવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી સાથે ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળી પહેલાં ખાતામાં રકમ જમા થશે. 464 કરોડ રૂપિયા દિવાળી પહેલા ચુકવણી થશે. આ જાહેરાતથી 4.50 લાખ પેન્શરોને પણ લાભ મળશે. તેમજ 30 હજાર જેટલા વર્ગ 4ના કર્મચારીઓને લાભ મળશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.