રાજ્ય સરકાર દ્વારા બિનઅનામત વર્ગને લઈને એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા EBC એટલે કે બિન અનામત વર્ગમાં વધુ 32 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બિન અનામત વર્ગમાં હિંદુઓની 20 અને મુસ્લિમોની 12 જાતિઓને સામેલ કરવામાં આવી છે.
આ જ્ઞાતિઓનો થયો સમાવેશ
વાલમ બ્રાહ્મણ, મોઢ વણિક, મોઢ વાણિયા, ખંડેલવાલ, રાયકવાળ બ્રાહ્મણ, પુરબિયા રાજપૂત ક્ષત્રિય, હિંદુ આરેઠીયા, વાવિયા, હિંદુ મહેતા, જેઠી મલ્લ, જેષ્ઠી મલ્લ, જયેષ્ઠી મલ્લ, જોબનપુત્રા, પુષ્કર્ણા બ્રાહ્મણ, સિધ્ધરુદ્ર બ્રાહ્મણ, સાંચીહર બ્રાહ્મણ, પુરોહિત, રાજપુરોહિતનો, માહેશ્વરી, અગ્રવાલ, ઠક્કર, મારૂ રાજપૂત, રાવતનો પણ સમાવેશ થયો છે.
તેમજ કુરેશી મુસ્લિમ, સુન્ની મુસલમાન, વ્હોરા પટેલ, મોમીન, વૈદ્ય જ્ઞાતિ, મોમીન સુથાર, મુમન, ખેડવાયા મુસ્લિમ, મુસ્લિમ ખત્રી, ચૌહાણ મુસ્લિમ , મુસ્લિમ રાઉમા, મુસ્લિમ રાયમા, મીરઝા, બેગ, પિંઢારા, મુસ્લિમ વેપારી, શીયા જાફરી જ્ઞાતિનો પણ સમાવેશ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.