રાજ્ય સરકાર રાજ્યનાં 56 લાખ ખેડૂતોની પડખે ઉભી છે.કૃષિમંત્રીએ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવાની કરી જાહેરાત

ખેડૂતોનાં ખાતામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનાં લાભ અંગે કૃષિમંત્રી આર.સી. ફળદુએ કેબિનેટ બેઠક બાદ મહત્વની વાતો મીડિયાને કહી હતી. તેમણે કહ્યું કે, ‘રાજ્ય સરકાર રાજ્યનાં 56 લાખ ખેડૂતોની પડખે ઉભી છે. ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. 28 લાખ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપી દેવામાં આવી છે. જ્યારે નજીકનાં ભવિષ્યમાં તમામ ખેડૂતોને આ લાભ મળી જશે. ગયા વર્ષે ચોમાસાની ઋતુમાં વધારે વરસાદ થયો હતો તેનાથી ખેડૂતોને કૃષિ પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. આ માટે રાજ્યાનાં 32 લાખ ખેડૂતોની અરજીઓ આવી હતી તેમાંથી આજની તારીખે 25 લાખ 18 હજાર ખેડૂતોનાં ખાતામાં ડાયરેક્ટ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યાં છે. કોઇપણ જગ્યાએ એકપણ ખેડૂતની ફરિયાદ મળી નથી.’

આ સાથે તેમણે કહ્યું કે, ‘મગફળી ખરીદીનો સમય આવતી કાલે પુરો થાય છે. રાજ્ય સરકારે 2 લાખ 41 હજાર ખેડૂતોની મગફળીની ખરીદી કરી છે. આ પૈકી એક હજાર છસોને બાસઠ કરોડ રૂપિયા ખેડૂતોનાં ખાતામાં જમા કરી દેવામાં આવ્યાં છે. આ અંગેની કોઇપણ ફરિયાદ આવી નથી. દેશનાં ખેડૂતોની પડખે ઉભા રહેવા માટે પીએમ કિશાન યોજના શરૂ કરવામાં આવી છે. જે અન્વયે રાજ્યનાં 47.70 લાખ ખેડૂતોનાં ખાતામાં કુલ રકમ 3,132.54 કરોડ રૂપિયા જમા થયા છે.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.