આંધ્ર પ્રદેશમાં શાસક પક્ષ વાયએસઆર કોંગ્રેસે રાજ્યસભાની તમામ ચાર બેઠકો પર વિજય મેળવ્યો છે. દિગ્વિજય સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્ય પ્રદેશમાંથી અને શિબુ સોરેન ઝારખંડમાંથી રાજ્યસભાની ચૂંટણી જીતી ગયા છે.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને પગલે તમામ સાવચેતીભર્યા પગલાઓની સાથે આજે આઠ રાજ્યોની કુલ ૧૯ બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાઇ હતી. મધ્ય પ્રદેશમાં ભાજપને બે અને કોંગ્રેસને એક બેઠક મળી છે. ઝારખંડમાં જેએેમએમએમ અને ભાજપનો રાજ્યસભાની એક-એક બેઠક પર વિજય થયો છે.
ઝારખંડમાં ભાજપના દીપક પ્રકાશ અને જીએમએમના શિબુ શોરેનનો વિજય થયો છે. રાજસ્થાનમાં કોંગ્રેસનો બે અને ભાજપનો એક બેઠક પર વિજય થયો છે. રાજસ્થાનમાં કોંગ્રેસના કે સી વેણુગોપાલ અને નિરજ ડાંગી તથા ભાજપના રાજેન્દ્ર ગેહલોતનો વિજય થયો છે.
આંધ્ર પ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસના ચાર ઉમેદવારોનો વિજય થયો છે. જેમાં નાયબ મુખ્ય પ્રધાન પિલ્લી સુભાષ ચંદ્ર બોઝ, પ્રધાન મોપિદેવી વેન્કટા રમાણા, ઉદ્યોગપતિ પરિમલ નથવાણી અને રિયલ્ટર અયોધ્ય રામી રેડ્ડીનો સમાવેશ થાય છે.
મેઘાલયમાં રાજ્યસભાની એક બેઠક પર નેશનલ પીપલ્સ પાર્ટીના ઉમેદવાર ડબ્લ્યુઆર ખારલુખીનો વિજય થયોે છે. મણિપુરમાં રાજ્યસભાની એક બેઠક પર ભાજપના ઉમેદવાર લેસેમ્બા સનાજીઓબાનો વિજય થયો છે. મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટના ઉમેદવાર કે વાનલાલવેણાનો વિજય થયો છે. મધ્ય પ્રદેશમાં ભાજપના ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયા અને સુમેર સિંહ સોલંકી તથા કોંગ્રેસના દિગ્વિજય સિંહનો વિજય થયો છે. ગુજરાતમાં ભાજપના ત્રણ ઉમેદવાર રમીલાબેન બારા, નરહરિ અમીન અને અભય ભારદ્વાજનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના એક ઉમેદવાર શક્તિસિંહ ગોહિલનો વિજય થયો છે.
પરિમલ નથવાણી આંધ્રમાંથી રાજ્યસભા બેઠક જિત્યા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સિનિયર ગૂ્રપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી આજે આંધ્ર પ્રદેશમાંથી રાજ્યસભાની ચૂંટણીમાં વિજયી થયા હતા. તેઓ રાજ્યસભામાં આ વખતે વાયએસઆર કોંગ્રેસના સભ્ય તરીકે પહોંચ્યા હતા. વાએસઆર કોંગ્રેસનો તમામ ચારેય બેઠકમાંથી વિજય થયો હતો.
આ પહેલા તેઓ ઝારખંડમાંથી રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. તેમના વિજય પછી ગૌતમ અદાણી સહિતના ઉદ્યોગપતિઓ તથા અન્ય રાજકીય આગેવાનોએ ટ્વિટર પર તેમને શુભેચ્છાઓ આપી હતી. પરિમલ નથવાણીએ વિજયી થવા બદલ આંધ્રના સીએમ જગન રેડ્ડીનો આભાર માન્યો હતો.
પક્ષ | બેઠકો |
ભાજપ | ૮ |
કોંગ્રેસ | ૪ |
વાયએસઆર | ૪ |
જેએમએમ | ૧ |
એનપીપી | ૧ |
એમએનએફ | ૧ |
કુલ | ૧૯ |
રાજ્ય | બેઠકો | ક્યા પક્ષને કેટલી બેઠક મળી? |
ગુજરાત | ૪ | ભાજપ-૩, કોંગ્રેસ-૧ |
આંધ્ર પ્રદેશ | ૪ | વાયએસઆર કોંગ્રેસ-૪ |
રાજસ્થાન | ૩ | કોંગ્રેસ-૨, ભાજપ-૧ |
મધ્ય પ્રદેશ | ૩ | ભાજપ-૨, કોંગ્રેસ-૧ |
ઝારખંડ | ૨ | ભાજપ-૧, જેએમએમ-૧ |
મણિપુર | ૧ | ભાજપ-૧ |
મૅેઘાલય | ૧ | એનપીપી-૧ |
મિઝોરમ | ૧ | એમએનએફ-૧ |
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.