રાજ્યસભાની ચાર બેઠક માટે મતદાન શરૂ, ગુજરાતનાં રાજકારણમાં ગરમાવો

– ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારો મેદાને

આંધ્ર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, મણીપુર, મિજોરમ અને મેઘાલયમાં રાજ્યસભાની કુલ 19 બેઠકો માટે મતદાન શરૂ થઇ ગયું છે. આ 19 બેઠકોમાં ગુજરાતની ચાર, આંધ્ર પ્રદેશની ચાર, મધ્ય પ્રદેશની ત્રણ, રાજસ્થાનની ત્રણ, ઝારખંડની બે તથા મણિપુર, મિઝોરમ અને મેઘાલયની એક-એક બેઠકનો સમાવેશ થાય છે.

ગુજરાતના રાજકારણમાં નિર્ણાયક બની રહેનારી રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજ્યસભાની કુલ 4 બેઠકો પર ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારો વચ્ચે જંગ છે.

ગાંધીનગ૨માં વિધાનસભા ભવન ફ્લો૨ નં.4 પ૨ સવારે 9 વાગ્યે મતદાન શરૂ થશે અને બપોરે 4 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ મતગણતરી હાથ ધરાશે. સમગ્ર પ્રક્રિયા મુજબ જે દરેક ધારાસભ્યોને તેનો મત આપવાનો ક્રમાંક આપવામાં આવ્યો છે અને તે મુજબ તેને મતદાન ક૨વાનું ૨હેશે.

બેલેટ પેપરમાં ઉમેદવારનો ક્રમાંક

ક્રમ   ઉમેદવાર પક્ષ

1અભય ભારદ્વાજભાજપ

2નરહરિ અમીનભાજપ

3શક્તિસિંહ ગોહિલકાંગ્રેસ

4રમીલાબેન બારાભાજપ

5 ભરતસિંહ સોલંકી કાંગ્રેસ

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.