રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસમાંથી કોને મળશે ટિકિટ? જવાબ માટે જાણો ઈતિહાસ

ગુજરાતના રાજ્યસભાના આગામી સાંસદ કોણ? આ સવાલ રાજકારણમાં રસ ધરાવતા દરેક વ્યક્તિના મનમાં સળવતો હોય છે ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભાની સીધી ચૂંટણી નથી થતી પણ ચૂંટાયેલા ધારાસભ્યો તેમાં મતદાન કરતા હોય છે. આ વખતે ભાજપની બેઠકો ઘટતાં અને કોંગ્રેસની બેઠકો વધતાં આ ચર્ચાએ વધારે કૂતુહલ સર્જયુ છે કે હવે કયા ચાર નેતાઓને રાજ્યસભાની ટીકીટ મળશે?

ગુજરાત કાંગ્રેસના ધારાસભ્યોની બેઠકો વધતાં રાજ્યસભામાં જવા માટે હોડ લાગી છે જો કે જ્યારે કાંગ્રેસ પાર્ટી કોઇ ચોક્કસ નેતાને મેન્ડેટ આપશે ત્યારે જ તેનું ભવિષ્ય નક્કી થશે પણ ઇતિહાસ પર નજર ફેરવીએ તો ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાત રાજ્યની સ્થાપના બાદ અત્યાર સુધીમાં કુલ 36 નેતાઓને રાજ્યસભામાં મોકલ્યા છે જેમાં 7 વાર ગુજરાતના કોટામાંથી અન્ય રાજ્યના નેતાને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે જેમાં એક ટર્મ માટે 16, બે ટર્મ માટે 15 અને ત્રણ ટર્મ માટે કુલ 3 નેતાઓને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે.

એક ટર્મ માટે રાજ્યસભામાં ગયેલા નેતાઓ પર નજર કરવામાં આવે તો…

– બિહારી લાલ નારણજી અંતાણી 3-4-1966 થી 2-4-1972  જોકે તેમનું 16-9-1971 ના રોજ અવસાન થયુ હતું
– બ્રહ્મકુમાર ભટ્ટ કાંગ્રેસ  10-4-1996 થી 9-4-2002
– જીતેન્દ્ર લાભ શંકર ભટ્ટ કાંગ્રેસ 14-8-1987 થી 13-8-1993
– હિંમ્મત સિંહ  કાંગ્રેસ10-4-1972 થી 9-4-1978
– ઇકબાલ મહોમ્મદ ખાન લોહાણી કાંગ્રેસ31-81960 થી 2-4-1964
– યુ એન મહિડા કાંગ્રેસ 3-4-1968 થી 2-4-1978
– કિશોર મહેતા કાંગ્રેસ 14-8-1981 થી 13-8-1987

બે ટર્મ રાજ્યસભાના સાંસદ રહેલા નેતા પર નજર કરવામાં આવે તો…

– ખેમચંદભાઇ સોમાભાઇ ચાવડા કાંગ્રેસ 13-8-1960 થી  2-14-1972
– સુરેશ દેસાઇ કાંગ્રેસ  3-4-1960 થી 2-4-1972
– ઇબ્રાહિમ કલાનીયા કાંગ્રેસ 10-14-1972 થી 9-4-1984
– અલકા ક્ષત્રિય કાંગ્રેસ10-4-2002 થી 9-4-2014
– હરિસિંહ મહિડા કાંગ્રેસ 14-81975 થી 15-3-1985 જોકે તેમણે રાજીનામુ આપ્યુ
– ઇર્શાદ બેગ મીરઝા કાંગ્રેસ 21-3-1983 થી 9-4-1990
– મગન પટેલ કાંગ્રેસ 16-8-1960 થી 16-41997  જોકે તેમણુ 16-4-1967ના રોજ અવસાન થયુ હતુ
– ત્રિભોવન કીશાભાઇ પટેલ કાંગ્રેસ 21-7-1967 થી 2-4-1974

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.